Oppo લાવી રહ્યું છે શાનદાર કેમેરા વાળા 3 ફોન, જાણો લૉન્ચ પહેલા સ્પેશિફિકેશન્સ
એક થિયેટરે OPPO Reno 10 સીરીઝના ફિચર્સનો ખુલાસો ટ્વીટર દ્વારા કર્યો છે. ઓપ્પો રેનો 10 સીરીઝના બેઝ વેરિએન્ટમાં કંપની તમને 6.7 ઇંચ એચડી + OLED ડિસ્પ્લે આપી શકે છે.
Oppo Reno 10 Series: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો જલદી પોતાના ઓપ્પો Reno 10 સીરીઝ પરથી પડદો ઉઠાવશે. આ સીરીઝ અંતર્ગત કંપની 3 સ્માર્ટફોન લૉન્ચ કરશે, જેમાં પહેલો ઓપ્પો રેનો 10 (OPPO Reno 10), બીજો ઓપ્પો રેનો 10 પ્રૉ (OPPO Reno 10 Pro) અને ત્રીજો ઓપ્પો રેનો 10 પ્રૉ પ્લસ (OPPO Reno 10 Pro+) છે. સૌથી પહેલા આ સીરીઝ ચીનમાં લૉન્ચ કરવામાં આવશે. પછી બીજા માર્કેટમાં આવશે. ભારતમાં આ સીરીઝ જૂન કે જુલાઇ સુધી એન્ટ્રી કરી શકે છે. જાણો આ સ્માર્ટફોનમાં તમને શું મળશે ખાસ....
OPPO Reno 10 સીરીઝની સ્પેશિફિકેશન્સ -
એક થિયેટરે OPPO Reno 10 સીરીઝના ફિચર્સનો ખુલાસો ટ્વીટર દ્વારા કર્યો છે. ઓપ્પો રેનો 10 સીરીઝના બેઝ વેરિએન્ટમાં કંપની તમને 6.7 ઇંચ એચડી + OLED ડિસ્પ્લે આપી શકે છે. સાથે જ આમાં તમને એક 2X પૉટ્રેટ લેન્સ અને ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો મળશે, વળી, Reno 10 Pro+5Gમાં તમને 1.5K ડિસ્પ્લે 1220*2712 પિક્સલ રિઝૉલ્યૂશનની સાથે મળશે. આમાં તમને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી Sony IMX890 કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરો મળી શકે છે. આ ઉપરાંત ટૉપ એન્ડ વેરિએન્ટમાં 4600 એમએચની બટેરી 80 કે 100 વૉટના ફાસ્ટ ચાર્જિંગની સાથે સ્થિત મળી શકે છે.
કિંમત -
ઓપ્પો રેનો 10 સીરીઝની કિંમત ભારતમાં 35 થી 40,000 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. જોકે, હજુ અધિકારિક રીતે આના વિશે કોઇ જાણકારી સામે નથી આવી. માત્ર ઇન્ટરનેટ પર કેટલાક રિપોર્ટ્સમાં OPPO Reno 10 ની આ પ્રાઇસ રેન્જમાં લૉન્ચ થવાની વાત કહેવામાં આવી રહી છે.
Samsung, Oppo, Vivo, Xiaomi સહિત લાખો Android ફોન પર ખતરો! ભારત સરકારની ચેતવણી
ઘણા ફોન જોખમમાં છે
CERT-In એ Samsung Galaxy, OnePlus, Oppo, Vivo, Xiaomi, Realme અને અન્ય Android ફોન્સ માટે ચેતવણી આપી છે. નોંધનીય છે કે CERT-In ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે છે. એન્ડ્રોઇડ સિસ્ટમમાં ખામીને કારણે Android OS 10, 11, 12, 12L અને 13 પર ચાલતા ફોન જોખમમાં છે. CERT-In અનુસાર, Android OS ફ્રેમવર્ક, મીડિયા ફ્રેમવર્ક, સિસ્ટમ કંપોનન્ટ , Google Play સિસ્ટમ અપડેટ્સ, કર્નલ, મીડિયાટેક કંપોનેંટ્સ, Unisoc કંપોનેંટ્સ, ક્વોલકોમ કંપોનેંટ્સ અને ક્વોલકોમ ક્લોઝ સોર્સ કંપોનેંટ્સ ને કારણે સંવેદનશીલ હોવાનું જણાયું છે.
આનો ફાયદો ઉઠાવીને હેકર્સ ટાર્ગેટના ડિવાઇસમાંથી સંવેદનશીલ માહિતી મેળવી શકે છે. આનાથી બચવા માટે જેમ જેમ મોબાઇલ મૈન્યુફ્રેક્ચરિંગ સિસ્ટમ અપડેટ રિલીઝ કરે છે, તમારે તરત જ તેને અપડેટ કરવું પડશે. તમે ફોનના સેટિંગમાં જઈને અપડેટ ચેક કરી શકો છો.
@IndianCERT is observing 'Cyber Swachhta Pakhwada' on 1st February 2023 to create awareness and sensitize Internet users on safeguarding against cyber frauds and cyber crimes.#CyberSecurityAwareness #SwachhataPakhwada #SwachhBharat #IndianCERT #CyberSwachhtaKendra #csk pic.twitter.com/VyA7J343hD
— CERT-In (@IndianCERT) February 1, 2023