દમદાર બેટરી, કેમેરા સાથે ભારતમાં લૉન્ચ થશે પોકોનો આ સસ્તો સ્માર્ટફોન, જાણો વિગતે
આ ફોન Poco C3નો સક્સેસર માનવામાં આવી રહ્યો છે, જે એક અફોર્ડેબલ સ્માર્ટફોન હશે. જાણો શું છે આની સ્પેશિફિકેશન્સ....
મુંબઇઃ પોતાના બજેટ સ્માર્ટફોન્સ માટે જાણીતી મોબાઇલ કંપની Poco આજે ભારતમાં પોતાનો નવો હેન્ડસેટ લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની ભારતીય માર્કેટમાં આજે પોતાનો Poco C31 સ્માર્ટફોન ઉતારશે. તાજેતરમાં જ કંપનીએ આનુ ટીજર જાહેર કરીને આની લૉન્ચિંગ ડેટનો ખુલાસો કર્યો હતો. આ ફોન Poco C3નો સક્સેસર માનવામાં આવી રહ્યો છે, જે એક અફોર્ડેબલ સ્માર્ટફોન હશે. જાણો શું છે આની સ્પેશિફિકેશન્સ....
Poco C31ની સંભવિત સ્પેશિફિકેશન્સ-
Poco C31 સ્માર્ટફોનમાં 6.53 ઇંચની એચડી+ ડિસ્પ્લે આપવામા આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આમાં મીડિયાટેક હીલિયો G35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. પોકોના આ સ્માર્ટફોનમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનનુ સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય ચે. આ ફોન MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
કેમેરા-
Poco C31માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો હોઇ શકે છે, વળી એક મેક્રો સેન્સર અને એક ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે આમાં 5 મેગાપિક્સલનો ફ્રેન્ટ કેમેરો આપવામાં આવી શકે છે.
બેટરી-
Poco C31માં પાવર માટે 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી શકે છે, જે 10 વૉટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આમાં બેટરી સેવિંગ માટે આમા ખાસ મૉડ આપવામાં આવી શકે છે. જેના દ્વારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલી શકે છે. ફોન ત્રણ કલર ઓપ્શનની સાથે લૉન્ચ થઇ શકે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પોર્ટ જેવા ફિચર્સ જોવા મળી શકે છે. આમાં મીડિયાટેક હીલિયો G35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. પોકોના આ સ્માર્ટફોનમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોન Poco C3નો સક્સેસર માનવામાં આવી રહ્યો છે, જે એક અફોર્ડેબલ સ્માર્ટફોન હશે