ઝડપથી ઘરે બેઠા આ રીતે કરો રાશનકાર્ડ e-KYC, નહીં તો રાશન મેળવવામાં થશે મુશ્કેલી
રાશન કાર્ડ e KYC કરાવવું જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. e KYC માટેની અંતિમ તારીખ 30 જૂન રાખવામાં આવી છે.

Ration card e kyc: રાશન કાર્ડ e KYC કરાવવું જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. e KYC માટેની અંતિમ તારીખ 30 જૂન રાખવામાં આવી છે. આ તારીખ દરેક રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
રાશનકાર્ડ e-KYC કેમ જરુરી ?
સરકારે અત્યાર સુધીમાં રાશન e kyc સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે, પરંતુ આ વખતે કહેવાય છે કે આ છેલ્લી વખત તારીખ લંબાવવામાં આવી રહી છે. ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આ નવી તારીખ સુધીમાં e-KYCનું કામ પૂર્ણ કરવામાં આવે. એવું કહેવામાં આવ્યું છે કે e-KYC 30 જૂન સુધીમાં દરેક કિંમતે પૂર્ણ કરવું પડશે. e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
એક અંદાજ મુજબ 23.5% રાશન કાર્ડનું વેરિફિકેશન બાકી છે. તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer). KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે.
ઘરે બેઠા રાશન e-KYC કઈ શકો છો
સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘e kyc ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.
જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.
તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે ઝડપથી પોતાનું ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે, જેથી તેમને મફત રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા રહે.





















