શોધખોળ કરો

જો તમારી પાસે રાશનકાર્ડ હોય તો હવે માત્ર 6 દિવસનો સમય, જલ્દી કરો આ કામ નહીં તો રાશન નહીં મળે  

રાશન  કાર્ડ e KYC કરાવવું  જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. e KYC માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ  રાખવામાં આવી છે.

Ration card e kyc:  રાશન  કાર્ડ e KYC કરાવવું  જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. e KYC માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ  રાખવામાં આવી છે. આ તારીખ દરેક રાજ્ય પ્રમાણે  અલગ-અલગ હોઈ શકે છે. ઘણા રાજ્યોમાં 30 એપ્રિલ કેવાયસી માટેની અંતિમ તારીખ છે.  આ પહેલા છેલ્લી તારીખ 31મી માર્ચ નક્કી કરવામાં આવી હતી. દરેક રાજ્ય સરકાર e KYCની સમયમર્યાદા લંબાવે છે.  જે કોઈ પણ ઈ-કેવાયસીનું કામ પૂર્ણ નહીં કરે, તો તેને રાશન મળતું બંધ થઈ શકે છે. તમે તમારા રાજ્ય પ્રમાણે સત્તાવાર વેબસાઈટ પર જઈ કેવાયસીની તારીખ જાણી શકો છો.   

સરકારે અત્યાર સુધીમાં રાશન e kyc  સમયમર્યાદા  ઘણી વખત લંબાવી છે, પરંતુ આ વખતે કહેવાય છે કે આ છેલ્લી વખત તારીખ લંબાવવામાં આવી રહી છે. ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આ નવી તારીખ સુધીમાં e-KYCનું કામ પૂર્ણ કરવામાં આવે. એવું કહેવામાં આવ્યું છે કે e-KYC 30 એપ્રિલ સુધીમાં દરેક કિંમતે પૂર્ણ કરવું પડશે. e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

રાશનકાર્ડ e-KYC કેમ જરુરી  ?

એક અંદાજ મુજબ 23.5% રાશન કાર્ડનું વેરિફિકેશન બાકી છે. તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer).  KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે.

ઘરે બેઠા રાશન e-KYC કઈ શકો છો

સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘e kyc ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.

તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે તેઓ 30 એપ્રિલ પહેલાં પોતાનું ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે, જેથી તેમને મફત રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા રહે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
Embed widget