શોધખોળ કરો

5G Ambulance: 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ દર્દીના આગમન પહેલા જ હોસ્પિટલને દર્દી વિશેની માહિતી પહોંચાડશે, રોબોટ દર્દી સુધી પહોંચાડશે દવા

5G Ambulance: રિલાયન્સ જિયોએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે જે ડિજિટલ રીતે દર્દીની તમામ મહત્વપૂર્ણ માહિતીને વાસ્તવિક સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડશે

5G Ambulance: રિલાયન્સ જિયોએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે જે ડિજિટલ રીતે દર્દીની તમામ મહત્વપૂર્ણ માહિતીને વાસ્તવિક સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડશે અને તે પણ દર્દીના આગમન પહેલા. તબીબી કટોકટીના કિસ્સામાં, હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દીના આગમન પહેલા જ તમામ જરૂરી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.

જિયોના પેવેલિયનમાં એક રોબોટિક આર્મ પણ જોવા મળશે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં નિષ્ણાત છે. ખરેખર, Jio True 5G દ્વારા સેંકડો માઇલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફર તેને સરળતાથી ચલાવી શકે છે. આ રોબોટિક આર્મ શહેરમાં બેઠેલા રેડિયોલોજિસ્ટને ગ્રામીણ દર્દીઓ સાથે સીધા જોડી દેશે. હવે ગ્રામજનોએ એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રાથમિક તબીબી જરૂરિયાતો માટે શહેરમાં કે શહેરની આસપાસ ભટકવું નહીં પડે અને રિપોર્ટ પણ ઘરે બેઠા મળી શકશે.

 રિલાયન્સ દિવાળી પર 5G સેવા શરૂ કરી રહ્યું છે. તેના ટ્રુ 5G નેટવર્કની હાઇ સ્પીડ અને ઓછી લેટન્સીના કારણે રિલાયન્સ જિયો રોજિંદા જીવન માટે સંખ્યાબંધ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ ઉપર પણ કામ કરી રહ્યું છે. આમાંની એક ટેકનોલોજી છે Jio 5G હેલ્થકેર ઓટોમેશન. કોવિડ મહામારી દરમિયાન હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં ઘણા ફ્રન્ટલાઈન કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રિલાયન્સ જિયો આવા 5G નિયંત્રિત રોબોટ્સની ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે જે આઈસોલેશન વોર્ડ તેમજ અન્ય દર્દીઓને દવાઓ અને ભોજન પહોંચાડવામાં સક્ષમ હશે.

 ક્લાઉડ આધારિત 5G નિયંત્રિત રોબોટ્સના ઉપયોગને કારણે ભૂલની શક્યતા નહિવત્ હશે. તેમની જાળવણી અને સેનિટાઈઝેશન પણ રોબોટિક ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે માણસો કરતાં વધુ સરળ બનશે અને સૌથી અગત્યનું, હજારો ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને દર્દીઓના જીવન બચાવી શકાશે.

ભારતમાં 5G યુગની થઇ શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (IMC) 2022માં દેશમાં 5G Services લોન્ચ કરી. તેમણે 1 ઓક્ટોબર, 2022ને 21મી સદીમાં ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. PM એ કહ્યું કે 5G ટેક્નોલોજી ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ લાવશે.

મુકેશ અંબાણીએ શું કહ્યુ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે અમે જે કરી બતાવ્યું છે તેના પર અમને ખૂબ ગર્વ છે. COAI (સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા) અને DoT (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ) માટે હું કહી શકું છું કે અમે આગેવાની લેવા માટે તૈયાર છીએ અને ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ હવે એશિયન મોબાઈલ કોંગ્રેસ અને ગ્લોબલ મોબાઈલ કોંગ્રેસ બનવી જોઈએ.

મુકેશ અંબાણીએ કહ્યું કે, 5G કનેક્ટિવિટી માત્ર નેક્સ્ટ જનરેશનની ટેક્નોલોજી કરતાં ઘણી વધારે છે. મારા મતે આ મૂળભૂત ટેક્નોલોજી છે જે 21મી સદીની અન્ય ટેક્નોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ, બ્લોકચેન અને મેટાવર્સ જેવી સંપૂર્ણ ક્ષમતાને ખોલે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget