Koo Feature: યૂઝર્સ માટે શાનદાર ફિચર્સ લઇને આવ્યુ કૂ, ટ્વીટરને આપશે આ રીતે ટક્કર
આ ફિચર્સને લૉન્ચ કરતી વખતે કૂના કૉ-ફાઉન્ડર મયંક બિદાવતે કહ્યું નવા ફિચર્સથી કૂના તમામ યૂઝર્સને ખુબ મદદ મળશે, અને તેમને નવો એક્સપીરિયન્સ મળશે.
Koo Unique Features: એલન મસ્કના આવ્યા બાદ ટ્વીટરમા મોટાપાયે ફેરફારો થઇ રહ્યા છે. વળી, તેના જેવી બીજી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પોતાના યૂઝર્સને વધારવા માટે મોકો શોધી રહ્યા છે, અને જુદાજુદા યૂનિક ફિચર પ્રૉવાઇડ કરાવી રહી છે. આવી જ એક સોશ્યલ મીડિયા કંપની ભારતમાં પણ છે, જેનુ નામ છે કૂ (koo), કૂ એક એવુ પ્લેટફોર્મ છે જે ટ્વીટરના જેવી રીતે જ કામ કરે છે. ટ્વીટરની તમામ ખબરોની વચ્ચે હવે કૂએ એક નહીં યૂઝર્સ માટ એક સાથે ચાર નવા ફિચર્સ રિલીઝ કરી દીધા છે, જે ખુબ કામના છે. જાણો ડિટેલ્સ............
શું છે નવા ચાર ફિચર્સ ?
કૂ (koo) ના યૂઝર્સ પોતાના પ્રૉફાઇલ પર મેક્સીમમ 10 ફોટો અપલૉડ કરી શકે છે. જો કોઇ યૂઝર્સ તમારી પ્રૉફાઇલ પર જશે તો આ તસવીરો ઓટો સ્ક્રૉલ થવા લાગશે.
કૂ શિડ્યૂલ - જો તમે ઇચ્છો તો તમે કૂ (જે તમે પૉસ્ટ કરી રહ્યાં છે) તેને એક સમય માટે શિડ્યૂલ કરી શકો છો, આ પૉસ્ટને તમે એડિટ કે રિ-શિડ્યૂલ પણ કરી શકો છો.
ડ્રાફ્ટ સેવ - તમે ઇચ્છો તો તમારી પૉસ્ટને ડ્રાફ્ટ કરી શકો છો. આની સાથે જ આ પૉસ્ટને ફાઇનલ પબ્લિશ કરાવતા પહેલા તમે આને એડિટ પણ કરી શકો છો.
કૂ સેવનો ઓપ્શન - જો તમે કૂની કોઇ પૉસ્ટ સેવ કરવા ઇચ્છો છો, તો તમે આ કરી શકો છો. જો તમને લાગે છે કે, કોઇ જરૂરી પૉસ્ટ તમે સેવ કરીને રાખવા ઇચ્છો છો, તો આ ઓપ્શન તમારી મદદ કરશે. સેવ કરવામા આવેલા કૂ માત્ર યૂઝર્સને દેખાશે અને તેની પ્રૉફાઇલ પેજમાં ઉપલબ્ધ રહેશે.
આ ફિચર્સને લૉન્ચ કરતી વખતે કૂના કૉ-ફાઉન્ડર મયંક બિદાવતે કહ્યું નવા ફિચર્સથી કૂના તમામ યૂઝર્સને ખુબ મદદ મળશે, અને તેમને નવો એક્સપીરિયન્સ મળશે. કૂએ તાજેતરમાં જ 5 કરોડ ડાઉનલૉડ્સનો આંકડો પાર કર્યો છે. હાલમાં કૂ 10 ભાષાઓમાં અવેલેબલ છે.
શું છે Koo ?
આ એપને ટવિટરના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. આ ઇન્ડિયન માઇક્રો બ્લોગિંગ વેબસાઇટને અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંકની ટીમે 2020માં ડેવલપ કરી છે. ટવિટરની જે કૂ એપ પણ એક માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે. જ્યાં આપ જુદા જુદા મુદ્દા પર પોતાના મંતવ્ય રજૂ કરી શકો છો. આ ટીમે ઓગસ્ટ 2020માં ભારત સરકાર દ્રારા આયોજિત આત્મનિર્ભર એપ ઇનોવેશન ચેલેન્જને પણ જીતી હતી.
Koo Appના મોટા ભાગના ફિચર્સ Twitterથી મળતા આવે છે. જોકે બન્નેમાં કેટલીક વાતોનું અંતર છે. Twitter અંગ્રેજી ભાષામાં અવેલેબલ છે, જ્યારે Koo App હિન્દી, અંગ્રેજી સહિત 10 દેશી ભાષાઓમાં ઉપલબ્ધ છે.