WhatsApp New Feature: ટૂંક સમયમાં અપડેટ થશે, વ્હોટસએપનું આ નવું ફીચર, જાણો કઇ રીતે કરશે કામ
WhatsAppના સ્ટેટસમાં હવે એક સ્ટેટસ ફીચર અપડેટ થઇ રહ્યું છે. આ સ્ટેટસ કઇ રીતે કામ કરશે જાણીએ.
WhatsApp New Feature: યુઝર્સની સુવિધા માટે વ્હોટસએપ તેના ફીચર્સ સમય-સમય પર અપડેટ કરતા રહે છે. એક વખત ફરી કંપની તેના ફીચર્સમાં વધારો કરી રહી છે. હવે યુઝર્સ લિસ્ટમાં શો થઇ રહેલી કોન્ટેક્ટસના પ્રોફાઇલ પિકચર પર ગ્રીન કલરની રિંગ બનેલી હશે. જેના પર ટેપ કરવાથી યુઝર્સ ડાયરેક્ટ સ્ટેટસને પણ જોઇ શકશે, અત્યાર સુધી વ્હોટસએપમાં જઇને સેપરેટલી સ્ટેટસ જોઇ શકાતું હતું. પરંતુ હવે પ્રોફાઇલ પિકચર પર ટેપ કરતા સ્ટેટસ જોઇ શકાશે.
આ રીતે કરશે કામ
હવે સમજી લઇએ કે, આ ફીચર કામ કઈ રીતે કામ કરશે. WhatsAppના લેટસ્ટ અપડેટસ પર નજર રાખનાર વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ મુજબ સ્ટેટસ ફિચર્સ અપડેટ થયા બાદ જો કોઇ યુઝર્સ સ્ટેટસ પર કોઇ કન્ટેન્ટ અપલોડ કરશે તો તેના પ્રોફાઇલ પિકચર ર પર રિંગ થઇ જાય છે. જેનાથી જાણ થઇ જાય છે કે, યુઝર્સે તેનું સ્ટેટસ અપલોડ કર્યું છે.
ઇન્સ્ટાગ્રામ જેવું હશે ફિચર
આ ફીચર ઇન્સ્ટાગ્રામ જેવું હશે. જેમાં ચેટ્સમાં પ્રોફાઇલ પર રિંગ હોય છે અને તેના પર ટેપ કરીને યૂઝર્સ અન્ય યુઝર્સની સ્ટોરી જોઈ શકે છે, તેવી જ રીતે વોટ્સએપની આ સુવિધા કામ કરશે. કંપનીએ આ સ્ટેટસ ફીચર વર્ષ 2017 માં લોન્ચ કર્યું હતું, જે અપડેટ મેળવવા જઈ રહી છે.
Iosથી Androidમાં ટ્રાન્સફર કરી શકાશે ચેટ
WhatsAppએ હાલ જ તેના મોસ્ટ અવેટેડ ફીચરનું એલાન કર્યું છે. જેમાં યુઝર્સ તેમના iosની ચેટ સરળતાથી અન્ડ્રોઇડમાં ટ્રાન્સફર કરી શકાશે. અત્યાર સુધીમાં હજું આપ iPhoneથી એન્ડ્રોયડ ફોનને સ્વિચ હતા તો તે આપને ચેટ ટ્રાન્સફર કરવા માટે થર્ડ એપની જરૂર પડતી હતી. આ સિવાય અનેક ઝંઝટથી પસાર થવું પડતું હતું. જો કે હવે વ્હોટસએપ તેમના યુઝર્સેને આ સુવિધા આપવા જઇ રહ્યું છે. વ્હોટસ એપએ સેમસંગ ગેલેક્સી અનેપેક્ડટ ઇવેન્ટ તેમનું એલાન કર્યું છે. જેના કારણે સૌથી પહેલા સેમસંગ યુઝર્સ સરળતાથી તેમના આઇફોનની ચેટ તેમાં ટ્રાન્સફર કરી શકશે.