Tataનો ગજબનો પ્લાન, 49 રૂપિયામાં આખા 30 દિવસ લો ફ્રી મૂવી અને વેબ સીરીઝની મજા.......
Tataએ મોબાઇલ માટે લૉન્ચ કરવામાં આવેલા આ પ્લાનનુ નામ Binge Starter Pack રાખ્યુ છે. આની કિંમત 49 રૂપિયા છે અને આ 30 દિવસની વેલિડિટીની સાથે આવે છે
નવી દિલ્હીઃ આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે. દરેક ટેલિકૉમ કંપની પોતાના ગ્રાહકોને પ્રતિદ્વન્દ્વી કરતા વધુ ઇન્ટરનેટ અને અન્ય સુવિધાઓ આપવા માટે સતત નવા નવા પ્લાન લૉન્ચ કરતી રહે છે. હવે આ લિસ્ટમાં Tataની એન્ટ્રી થઇ ગઇ છે. ભારતીય કંપની Tataએ ટાટા પ્લે (Tata Play)ને એકદમ સસ્તી કિંમતમાં OTT સર્વિસ ઓફર કરનારો ખાસ પ્લાન લૉન્ચ કર્યો છે.
Tataએ મોબાઇલ માટે લૉન્ચ કરવામાં આવેલા આ પ્લાનનુ નામ Binge Starter Pack રાખ્યુ છે. આની કિંમત 49 રૂપિયા છે અને આ 30 દિવસની વેલિડિટીની સાથે આવે છે. મોબાઇલ ડિવાઇસીસ પર ઓટીટી કૉન્ટન્ટ ઓફર કરનારો આ સૌથી સસ્તો પ્લાન છે. આ પેકમાં કંપની ઇરૉઝ નાઉ, હંગામા, શેમારુમી અને જી5નો ફ્રી એક્સેસ આપી રહી છે. પ્લાન સબ્સક્રાઇબ કર્યા બાદ યૂઝર આ ઓટીટી એપ્સને Tata Play Binge એપ દ્વારા એક્સેસ કરી શકે છે.
7 દિવસનો ફ્રી ટ્રાયલ પણ -
49 રૂપિયાના આ સ્ટાર્ટર પેકમાં કંપની 7 દિવસનો ફ્રી ટ્રાયલ અને આને એકસાથે ત્રણ મોબાઇલ ડિવાઇસ પર એક્સેસ કરવાની પણ સુવિધા આપી રહી છે. આ પેક એક્ટિવિેટ થયા બાદ યૂઝર ઇરૉઝ નાઉ, હંગામા, શેમારુમી અને જી5 પર ઉપલબ્ધ વેબ સીરીઝ અને મૂવીઝનો લાભ ઉઠાવી શકે છે.
ટીવી પર સ્ટ્રીમ નહીં થાય કન્ટેન્ટ -
આ પ્લાનને સબ્સક્રાઇબ કરનારા યૂઝર્સે ધ્યાન રાખવાનુ છે કે આ એક મોબાઇલ પ્લાન છે, અને આના દ્વારા તે કન્ટેન્ટને ટીવી પર સ્ટ્રીમ નથી કરી શકતા. આ ઉપરાંત આ એપ્સની કન્ટેન્ટને જોવા માટે તમારે ફોનમાં ટાટા પ્લે બિન્જ એપને ઇન્સ્ટૉલ કરવી જરૂરી છે. ટાટાની આ એપ વિશે DreamDTH એ સૌથી પહેલા જાણકારી આપી છે.
એક્ટિવ ડીટીએચ કનેક્શન છે જરૂરી -
બીજા બિન્જ પ્લાનની જેમ કંપનીનુ લેટેસ્ટ સ્ટાર્ટર પેક પણ ટાટા પ્લે યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. આ માટે જરૂરી છે કે યૂઝરના ઘરમાં એક્ટિવ ડીટીએચ કનેક્શન હોય, જેના દ્વારા તમે તમારા મોબાઇલ પર ટાટા પ્લે બિન્ઝ દ્વારા કન્ટેન્ટને જોઇ શકો છો.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે