(Source: ECI/ABP News/ABP Majha)
Tech News : મોબાઈલમા GB રેમ અને GB સ્ટોરેજ એટલે શું? ઉદાહરણ સાથે સમજો
તમારો ડેટા જેમ કે ફોટા, એપ્સની ફાઇલો, સંગીત અને વિડિયો બધું જ સ્ટોરેજમાં સંગ્રહિત છે. જો સ્ટોરેજ ઓછું હશે તો તમે તમારા સ્માર્ટફોનમાં ઓછો ડેટા સ્ટોર કરી શકશો.
Smartphone Guide: જ્યારે તમે સ્માર્ટફોન ખરીદવા જાઓ છો ત્યારે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે તેમાં આટલા જીબી રેમ અને આટલી જીબી સ્ટોરેજ છે. ગૂગલ બાબાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી વિશ્વમાં 18 જીબી સુધીની રેમવાળા સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ જ્યારે સ્ટોરેજની વાત આવે તો 1 ટીબી સુધીની સ્ટોરેજવાળા સ્માર્ટફોન પણ આવવા લાગ્યા છે. તમે પણ સ્માર્ટફોન ખરીદતી વખતે રેમ અને સ્ટોરેજ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું છે? RAMનો અર્થ શું છે અને સ્માર્ટફોનમાં સ્ટોરેજનો અર્થ શું છે? તો ચાલો આજે અમે તમને આ વિશે માહિતગાર કરીએ.
Storage એટલે શું?
તમારો ડેટા જેમ કે ફોટા, એપ્સની ફાઇલો, સંગીત અને વિડિયો બધું જ સ્ટોરેજમાં સંગ્રહિત છે. જો સ્ટોરેજ ઓછું હશે તો તમે તમારા સ્માર્ટફોનમાં ઓછો ડેટા સ્ટોર કરી શકશો. આ ઉપરાંત વધુ સ્ટોરેજવાળા સ્માર્ટફોનમાં વધુ ડેટા સ્ટોર કરી શકાય છે. હવે 1TB સુધીના સ્ટોરેજવાળા સ્માર્ટફોન પણ બજારમાં ઉપલબ્ધ છે.
RAM એટલે શું?
રેમ વિશે જાણતા પહેલા તેનું ફુલ ફોર્મ જાણી લઈએ. RAMનું ફુલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. હવે આ આખી બબત એક ઉદાહરણ દ્વારા સમજીયે. ધારો કે તમે ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા છો. અચાનક તમારે કામ કરવા માટે ફાઇલની જરૂર છે. ફાઇલ બીજા રૂમમાં છે. તમે જાઓ અને તે રૂમમાંથી ફાઇલ લાવો અને ડેસ્ક પર રાખો અને કામ શરૂ કરો. હવે તમારા પર કામનું દબાણ વધે છે. એવો સમય આવે છે જ્યારે તમારે તમારા ડેસ્ક પર ઘણી ફાઇલો રાખીને કામ કરવું પડે છે. હવે ફાઈલો એટલી વધી ગઈ છે કે તમારે કામ કરવા માટે એક મોટા ડેસ્કની જરૂર પડશે. મોટું ડેસ્ક મેળવ્યા બાદ જ્યારે તમારે કામ કરવાનું હોય ત્યારે તમે ડેસ્ક પરથી ફાઇલ ઉપાડીને કામ કરશો અને જ્યારે કામ પૂરું થશે ત્યારે તમે ફાઇલને તે જ રીતે પાછી મૂકી દો છો.
તમારા મોબાઈલની રેમ પણ આ જ રીતે કામ કરે છે. અહીં તમે ફાઇલ રૂમને આંતરિક મેમરી તરીકે ગણી શકો છો જેમાં તમારી બધી ફાઇલો અથવા એપ્લિકેશનો છે. જ્યારે તમારું ડેસ્ક તમારી રેમ છે. જેના પર તમે એપ્સ ઓપન કરીને કામ કરો છો. આ સ્થિતિમાં જો તમારે વધુ એપ્સ ખોલીને કામ કરવું પડશે, તો તમારે વધુ રેમ (મોટા ડેસ્ક)ની જરૂર પડશે. RAMનું કામ એપ લાવીને તમારા આદેશ મુજબ ચલાવવાનું છે. જો તમારા ફોનમાં કોઈપણ એપ ખૂબ જ ઝડપથી ખુલી રહી છે, તો તે તમારા ફોનની સારી રેમને કારણે છે. જો તમારા મોબાઈલમાં રેમ ઓછી હશે તો તમે જોશો કે જ્યારે તમારી પાસે એક જ સમયે ઘણી બધી અલગ-અલગ એપ્લિકેશન્સ ખુલી હશે ત્યારે તમારી ડિવાઈસ ધીમી ચાલવા લાગશે.