New Feature: ઇન્સ્ટાગ્રામમાં આવ્યુ એક નવુ અપડેટ, કોઇપણ પૉસ્ટ કે સ્ટૉરી પર હવે આ રીતે આપી શકશો રિએક્શન
અત્યારે ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ માત્ર જીઆઇએફથી રિએક્શન કે ડીએમમાં જ આપી શકતા હતા, કે પછી પોતાની સ્ટૉરી પર જીઆઇએફ પૉસ્ટ કરી શકતા હતા.
Instagram New Feature: જે રીતે દુનિયાભરમાં સોશ્યલ મીડિયા એપ્સનું કન્ઝમ્પશન વધી રહ્યું છે, ઠીક તે જ રીતે કંપનીઓ પણ આ એપને બેસ્ટ બનાવવા પાછળ કામ કરી રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં એ વાત સામે આવી ચૂકી છે કે, આજે દરેક વ્યક્તિ લગભગ 1 થી વધુ કલાક સોશ્યલ મીડિયા પર વિતાવે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ઇન્સ્ટાગ્રામ પર દુનિયાભરમાં 1.5 બિલિયનથી વધુ લોકો એક્ટિવ યૂઝર છે, અને આ સતત વધી રહ્યાં છે. તાજેતરમા મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માટે 'ચેનલ ફિચર'ની શરૂઆત કરી છે. આ બધાની વચ્ચે યૂઝર્સને ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ ફિચર મળવાનુ છે. જે અંતર્ગત તે કોઇપણ પૉસ્ટ કે સ્ટૉર પર જીઆઇએફથી રિએક્ટ કરી શકશે.
અત્યારે ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ માત્ર જીઆઇએફથી રિએક્શન કે ડીએમમાં જ આપી શકતા હતા, કે પછી પોતાની સ્ટૉરી પર જીઆઇએફ પૉસ્ટ કરી શકતા હતા. પરંતુ નવા અપડેટ બાદ હવે લોકો જીઆઇએફ દ્વારા પૉસ્ટ અને સ્ટૉરી પર પોતાનુ રિએક્શન આપી શકશે.
આ રીતે કરી શકશો નવા ફિચરનો યૂઝ -
નવું ફિચર આવ્યા બાદ તમને કૉમેન્ટ બૉક્સ કે સેન્ડ મેસેજ બૉક્સ (સ્ટૉરી સેક્શન)માં જે પણ જીઆઇએફ મોકલવાની છે, તેનો કીવર્ડ ટાઇપ કરવાના છે અને જીઆઇએફ આઇકૉન પર ક્લિક કરવાનું છે. અહીં તમને જીઆઇએફ લાયબ્રેરી દેખાશે, જેમાંથી તમે એક જીઆઇએફ પસંદ કરીને સામે વાળા વ્યક્તિને મોકલી શકો છો. ઇન્સ્ટાગ્રામ આ ફિચર અલગ અલગ ફ્રેમમાં રિલીઝ કરશે, જે ધીમે ધીમે દુનિયાભરના યૂઝર્સ માટે લાઇવ હશે.
Tips: ફોનની સ્લૉ સ્પીડને ફાસ્ટ કરવાની આ છે બેસ્ટ રીત, કરી જુઓ સેટિંગ્સ......
Tech Tips: આજકાલ સ્માર્ટફોન યૂઝર્સને સ્માર્ટફોની સ્પીડ લૉ થવાની સમસ્યા વધુ રહે છે, આવુ ગણા બધા કારણોસર થતુ હોય છે, જો તમારો ફોન પણ ધીમો હોય, સ્લૉ કામ કરી રહ્યો હોય, તો અહીં બતાવવામાં આવેલી ટિપ્સને ફોલો કરીને તેની સ્પીડને ફાસ્ટ કરી શકો છો. જાણો સ્પીડ બૂસ્ટ કરવાની આસાન રીત.......
લેટેસ્ટ સૉફ્ટવેર -
સૉફ્ટવેર અપડેટ ના હોવાના કારણે પણ તમારો ફોન સ્લૉ કામ કરે છે. આવામાં જો તમારો ફોન સ્લૉ થઇ જાય તો તપાસ કરો કે ક્યાંક નવુ સૉફ્ટવેર અપડેટ તો નથી આવ્યુ ને, નવુ અપડેટ દેખાય તો તેને કરી લો.
એનિમેશન સેટિંગ્સ -
જો તમારો ફોન સ્લૉ થઇ ગયો છે, તો તેની પ્રૉસેસિંગને બરાબર કરવા માટે એનિમેશન સેટિંગ્સ ચેનજ્ કરો. આ માટે તમારે ડેવલપર ઓપ્શન ઓન કરવુ પડશે, આવુ કરવા માટે Settings માં જાઓ, પછી About Phoneમાં જઇને Software information અને Build Number પર ટેપ કરો. આ પછી તમારા સ્માર્ટફોનમાં ડેવલપર ઓપ્શન દેખાવવા લાગશે. આ પછી એકવાર ફરીથી સેટિંગ્સમાં જાઓ અને ડેવલપર ઓપ્શનમાં જઇને એનિમેશન સેટિંગ્સમાં જઇને ચેન્જ કરો, અહીં તમામ પૉઇન્ટ્સ 1X સેટ માટે દેખાશે. આને પુરેપુરી રીતે ઓફ કરી દો, કે પછી આની વેલ્યૂ 0.5X પર સેટ કરી દો.
Widgetsને ડિસેબલ -
જો તમે પણ તમારા સ્માર્ટફોનને Widgets થી ભરી દો છો, તો તમારે આને ડિસેબલ કરવુ જોઇએ. આનાથી તમારા ફોનની સ્પીડ સ્લૉ થઇ જાય છે. જો તમે આને ડિસેબલ રાખો છો તો તમારો ફોન પણ સ્લૉ પ્રૉસેસિંગને બેસ્ટ બનાવી શકે છે.
પ્રી-ઇન્સ્ટૉલ એપ્સ -
જો તમે કોઇ નવો સ્માર્ટફોન લો છો, તો તમે નૉટિસ કર્યુ હશે કે આમાં કેટલાકી પ્રી ઇન્સ્ટૉલ એપ્સ આવે છે, આ તમારા ફોનની સ્પીડને ઓછી કરી દે છે. આવામાં જો તમે ઉપયોગ નથી કરી તો આને ઇન્સ્ટૉલ કરી દો.
Cache -
જો તમારો ફોન અચાનક યૂઝ કરતા ચાલતા ચાલતા બંધ થઇ જાય છે, કે પછી હેન્ગ થઇ જાય છે, તો આની પાછળ એપ Cache એક કારણ હોઇ શકે છે. આવામાં સ્પીડને ઠીક રાખવા માટે એપ Cacheને ડિલીટ કરતાં રહો.