Trick: ફોન ધીમો ચાર્જ થતો હોય તો આ ફિચરને કરી દો 'ON', પછી થઇ જશે ચાર્જિંગ ફાસ્ટ, કરો ટ્રાય
આજે અમે અહીં તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેને ફોલો કરવાથી તમે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગ કરી શકો છે
Phone Trick : આજકાલ સ્માર્ટફોનને દરેક લોકો સાથે લઇને ફરે છે, અને અનેક પ્રકારના કામો ફોનથી જ કરે છે, પરંતુ ફોન યૂઝર્સનો સૌથી મોટો પ્રૉબ્લમ ફોનના ચાર્જિંગનુ રહે છે, એટલે યૂઝર્સને હંમેશા ચાર્જર સાથે રાખવુ પડે છે. આજે અમે અહીં તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેને ફોલો કરવાથી તમે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગ કરી શકો છે. આ ટિપ્સ એકદમ આસાન છે. આ માટે તમારે ફોનમાં કેટલાક સેટિંગ્સ કરવા જરૂરી છે.
આ રીતે કરો ફોનમાં સેટિંગ્સ........
પહેલા માટે તમારે સૌથી પહેલા અબાઉટ ફોનમાં જવુ પડશે. ત્યારબાદ સૌથી નીચે Build number પર 7-8 વાર ટેબ કરો. ત્યારબાદ એક ડેવલપર નામનું ઓપ્શન આવે છે. તેમાં ફોન સાથે જોડાયેલા કેટલાક સિક્રેટ સેટિંગ્સ હોય છે.
કેવી રીતે કરશો મોબાઇલને ફાસ્ટ ચાર્જ?
About Phoneમાં જાવ
Build number પર 7-8 વાર ટેબ કરો
Developer ઓપ્શન આવશે
જ્યારે ફોનમાં ડેવલપરનું ઓપ્શન આવે છે તો તેને ઓપન કરી લો. જેના સેટીંગમાં સૌથી લાસ્ટ ઓપ્શનને ઓન કરી દો.
કેવી રીતે કરશો મોબાઇલને ફાસ્ટ ચાર્જ?
Developer ઓપ્શન આવશે
Developerને ઓપન કરો
સેકન્ડ રાઇટ ઓપ્શન હશે
તેને ટોપ રાઇટથી ઓન કરો.
ત્યારબાદ ડેવલપર ઓપ્શન આવશે જેમા નેટવર્કિંગના ઓપ્શનમા USB configuration વિકલ્પ આપવામાં આવે છે. તેને ઓન કરી લો. જેમાં MTP ઓટો સિલેક્ટ કરી લો, અહીંથી જ આપને ચાર્જિગનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
ફાસ્ટ ચાર્જિંગના સ્ટેપ
ડેવલપર ઓપ્શનમાં જાવ
USB configuration ઓપ્શનમાં જાવ
MTP સિલેક્ટ કરો
આ સ્ટેપને ફોલો કર્યા બાદ ચાર્જિગને સિલેક્ટ કરીને ડેવલપર ઓપ્શનની બહાર નીકળી જાવ.આ રીતે આપનો ફોન ઝડપથી ચાર્જ થઇ જશે.
સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે દરેકે આ ચાર વસ્તુઓનુ રાખવુ જોઇએ ધ્યાન -
આજના જમાનામાં દરેકના હાથમાં સ્માર્ટફોન એક સામાન્ય વાત બની ગઇ છે. કેમ કે આજે દરેક વ્યક્તિ ઘરે કે ઓફિસ કે પછી ધંધા-વ્યસાયમાં ફોનનો બહોળો ઉપયોગ કરી રહ્યો છે. આ કારણે આ લોકો સૌથી મોટો પ્રૉબ્લમ ચાર્જિંગનો આવે છે. વારંવાર બેટરી લૉ થઇ જાય કે પછી ફોન બેટરી ડેડ થઇ જાય છે. આવુ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે, જેમાં ચાર્જિંગ યોગ્ય રીતે ના કરવુ મુખ્ય કારણ છે. જો તમે તમારા ફોનને યોગ્ય રીતે ચાર્જ કરશો આવા પ્રૉબ્લમ નહીં આવે, આ માટે અહીં અમને તમને ચાર્જિંગ માટે બેસ્ટ ચાર ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જે તમને ઉપયોગી થઇ શકશે.
જાણો ફોનને ચાર્જ કરતી વખતે શું ધ્યાન રાખવુ જોઇએ -
1. હંમેશા પોતાના ફોનને તે જ ફોનના ચાર્જરથી ચાર્જ કરવો જોઇએ. ક્યારેય પણ બીજાના ફોનના ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ ન કરશો. તે ડાયરેક્ટ બેટરી લાઇફને ખતમ કરી દે છે
3. ક્યારેય પણ સ્માર્ટફોનને આખી રાત માટે ચાર્જિંગ પર ન મુકી રાખો. ઑવરચાર્જિંગ થવાથી બેટરીની લાઇફ ખતમ થઇ શકે છે. ફોનને હંમેશા 100 ટકા ચાર્જ કરવો તે યોગ્ય નથી. બને ત્યાં સુધી ફોનને 80-90 ટકા ચાર્જિંગ થાય એટલે ચાર્જિંગ બંધ કરી દો.
4. ફોનમાં બેટરી બચાવતી અથવા ફાસ્ટ ચાર્જિંગવાળી થર્ડ પાર્ટી એપ રાખવાથી બચો. આ એપ સતત બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે જેનાથી બેટરી વધારે ખર્ચ થાય છે.
ખાસ વાત છે કે જો આ વાતોનુ ધ્યાન ફોનને ચાર્જિંગ કરતી વખતે નહીં રાખો તો તમારો ફોનને જલદી ખરાબ થવાનો ભય રહે છે.