શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Twitter પર હવે થશે લાખોની કમાણી, એલન મસ્કે કરી મોટી જાહેરત, જાણો શું કરવુ પડશે ?

એલન મસ્કે આ જાહેરાત સાથે એક શરત મૂકી છે. ફક્ત એવા કન્ટેન્ટ ક્રિએટર્સને ચૂકવણી કરવામાં આવશે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે.

Twitter will now pay content creators: સોશ્યલ મીડિયા માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટરે પોતાના યૂઝર્સ માટે એક મોટુ એનાઉન્સમેન્ટ કર્યુ છે. કંપનીના માલિક એલન મસ્કે ટ્વીટર કન્ટેન્ટ ક્રિએટર્સ યૂઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. જો તમે ટ્વીટરના વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ છો તો ટૂંક સમયમાં તમને તેના પૈસા મળી શકે છે. એલન મસ્કે કહ્યું કે ટૂંક સમયમાં જ કન્ટેન્ટ ક્રિએટર્સના જવાબમાં દેખાતી જાહેરાતોને ચૂકવણી કરવામાં આવશે. એલન મસ્ક એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. 

એલન મસ્કે ટ્વીટ કર્યું કે X/Twitter ક્રિએટર્સની કન્ટેન્ટના જવાબોમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે આગામી થોડા અઠવાડિયામાં ક્રિએટર્સને ચૂકવણી કરવાનું શરૂ કરશે. તેને કહ્યું કે, પહેલા બ્લૉકમાં કન્ટેન્ટ ક્રિએટર્સ 5 મિલિયન ડૉલર ચૂકવવામાં આવશે.

એલન મસ્કે આ જાહેરાત સાથે એક શરત મૂકી છે. ફક્ત એવા કન્ટેન્ટ ક્રિએટર્સને ચૂકવણી કરવામાં આવશે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે. જ્યારે વેરિફાઈડ એકાઉન્ટ પર જાહેરાત દેખાશે ત્યારે જ ચૂકવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જો તમે ટ્વીટરના બ્લૂ ટિક માર્ક ક્રિએટર છો, તો ટૂંક સમયમાં તમે ટ્વીટરથી મોટી કમાણી કરી શકો છો. ટ્વીટરના માલિક બન્યા પછી, એલન મસ્કે આ પ્લેટફોર્મમાં કેટલાય મોટા ફેરફારો કર્યા હતા, જેમાં સૌથી મોટો ફેરફાર બ્લૂ ટિક મેમ્બરશિપ હતો. પહેલા માત્ર કેટલાક ખાસ લોકો જ ટ્વીટરની બ્લૂ ટિક મેળવતા હતા પરંતુ હવે કોઈપણ વ્યક્તિ પેમેન્ટ કરીને બ્લૂ ટિક માર્ક મેળવી શકે છે.

ઇલોન મસ્કની મોટી જાહેરાત, હવે Twitter Blue સબસ્ક્રાઇબર્સ બે કલાકનો વીડિયો અપલોડ કરી શકશે

Twitter Video Upload: જ્યારથી ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. વપરાશકર્તાઓને હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. હવે કંપનીએ તેમના માટે વધુ એક જાહેરાત કરી છે. મસ્કએ જાહેરાત કરી છે કે હવે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ બે કલાકની 8 જીબી સુધીની વીડિયો ક્લિપ્સ અપલોડ કરી શકશે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ઇલોન મસ્કે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, "ટ્વિટર બ્લુ વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ હવે બે કલાક (8 જીબી) વીડિયો અપલોડ કરી શકશે." એટલે કે, આ સેવા મેળવવા માટે, વપરાશકર્તાઓએ ટ્વિટર બ્લુને સબસ્ક્રાઇબ કરવું પડશે. તે પછી જ તે બે કલાકનો વીડિયો શેર કરી શકશે.

તાજેતરમાં, મસ્કે ટ્વિટરના નવા સીઈઓની પણ જાહેરાત કરી હતી. તેમણે લિન્ડા યાકારિનોને ટ્વિટરની નવી સીઈઓ બનાવી છે. માઇક્રોબ્લોગિંગ સાઇટના સીઇઓ બન્યા બાદ લિન્ડાએ પોતાના પ્રથમ ટ્વીટમાં ઇલોન મસ્કનો આભાર માન્યો હતો. આ સિવાય કંપનીએ ડાયરેક્ટ મેસેજ ફીચર પણ લોન્ચ કર્યું હતું. આના દ્વારા હવે યુઝર્સ ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલી શકશે અને તમામ મેસેજ એન્ક્રિપ્ટેડ હશે. એટલે કે, કોઈ પણ આ સંદેશાઓને ડીકોડ કરી શકશે નહીં. હાલમાં જ ઈલોન મસ્કે ટ્વિટર યુઝર્સને એક મોટી હિંટ આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હવે યુઝર્સે દરેક લેખના આધારે ફી ચૂકવવી પડશે. આ સાથે, જો યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નથી કરતા, તો તેમણે લેખ વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. મસ્કે કહ્યું- ઘણા લોકો માટે આ આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની જશે અને તમારા (વપરાશકર્તાઓ) માટે સારી સામગ્રી બનાવવામાં વધુ સમય પસાર કરવા માટે દબાણ કરશે. તેણે કહ્યું કે બધી આવક કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે જાય છે, અમે કંઈ રાખતા નથી. ટ્વિટરે જાહેરાત કરી હતી કે કંપની પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાં પણ તેની શરૂઆત થઈ. આ હેઠળ, આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાનAmreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્તVadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Embed widget