શોધખોળ કરો

X App: યુટ્યૂબને ટક્કર આપવા એલન મસ્ક મેદાનમાં, લૉન્ચ કરશે એક્સ ટીવી એપ, જાણો

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક એલન મસ્ક ફરી એક મોટી જાહેરાત કરી છે. X ની ટીવી એપ ટૂંક સમયમાં લૉન્ચ થવા જઈ રહી છે

X App: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક એલન મસ્ક ફરી એક મોટી જાહેરાત કરી છે. X ની ટીવી એપ ટૂંક સમયમાં લૉન્ચ થવા જઈ રહી છે. આ માહિતી એક્સના માલિક એલન મસ્કે ખુદ આપી છે. X અગાઉ Twitter તરીકે ઓળખાતું હતું. એલન મસ્કે X TV એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. X હવે YouTube સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. X TV એપનું અપડેટ આવતા સપ્તાહથી બહાર પાડવામાં આવશે.

રિપોર્ટ અનુસાર Xની ટીવી એપ યુટ્યુબ ટીવી એપ જેવી જ લાગે છે. એલન મસ્ક ટીવી એપ દ્વારા Xના વીડિયો ટીવી પર મોકલવાની યોજના ધરાવે છે. આને રેવન્યૂ મૉડલનો એક ભાગ પણ કહી શકાય

એલન મસ્ક ધીમે ધીમે X વિડિઓ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ તેણે એક એક્સક્લુઝિવ શો માટે એક વિદેશી ન્યૂઝ ચેનલના જાણીતા એન્કર સાથે ભાગીદારી કરી છે. આ સિવાય યુટ્યુબર મિસ્ટર બીસ્ટ, તેના એક વિડીયોમાંથી X થી $2,50,000 ની કમાણી કરી છે, ત્યારબાદ X કમાણી ના સંદર્ભમાં કન્ટેન્ટ ક્રિએટર્સ માં ખુબ જ લોકપ્રિય બની ગયું છે.

આસાન નથી યુટ્યૂબ સામે ટક્કર 
ભલે એલન મસ્કે YouTube સાથે સ્પર્ધા કરવા X TV એપ લૉન્ચ કરી હોય, પરંતુ આ સ્પર્ધા એટલી સરળ નથી. તમને વિશ્વના તમામ સ્માર્ટ ટીવીમાં ડિફોલ્ટ રૂપે YouTube એપ્લિકેશન મળશે. આનું મુખ્ય કારણ એ છે કે અન્ય ઘણા ખેલાડીઓ બજારમાં પ્રવેશ્યા પછી પણ ગૂગલ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ પર પ્રભુત્વ જાળવી રાખે છે.

Google ના Gmail ને ટક્કર આપવા એલન મસ્કે કરી Xmailની જાહેરાત

તમે ઇમેઇલ માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો? આ પ્રશ્નનો જવાબ આપવા માટે, મોટાભાગના લોકોના મગજમાં Google ની Gmail સેવાનું નામ આવ્યું હશે, કારણ કે Gmail એ વિશ્વની સૌથી લોકપ્રિય ઇમેઇલ સેવા છે. જોકે, હવે વિશ્વનું સૌથી લોકપ્રિય માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ X (જૂનું નામ ટ્વિટર) ઈમેલ સર્વિસના મામલે ગૂગલ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે.

એલોન મસ્કે Xmailની ​​જાહેરાત કરી
ખરેખર, ગૂગલના જીમેલને ટક્કર આપવા માટે X પોતાની ઈમેલ સર્વિસ Xmail લોન્ચ કરવા જઈ રહી છે. Xની ઈમેલ સર્વિસની છેલ્લા કેટલાય અઠવાડિયાથી ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે Xના માલિક એલોન મસ્કે પોતે જ કન્ફર્મ કર્યું છે કે Xની ઈમેલ સર્વિસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. અત્યાર સુધી, વપરાશકર્તાઓ વિશ્વની સૌથી મોટી ઇમેઇલ સેવા Gmail માટે કોઈ સારો વિકલ્પ શોધી શક્યા ન હતા, પરંતુ હવે કદાચ X વિશ્વભરના વપરાશકર્તાઓની આ જગ્યાને ભરી શકે છે. વાસ્તવમાં,  Xના એક કર્મચારી Nateએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી જેમાં તેમણે પૂછ્યું કે, આપણે Xmail ક્યારે બનાવી રહ્યા છીએ.

Gmail વિશે ફેલાઈ અફવા
આ પ્રશ્નનો જવાબ આપતાં, એલોન મસ્કે તેના સત્તાવાર એકાઉન્ટમાંથી જવાબ આપ્યો અને લખ્યું, "તે આવી રહ્યું છે." એલોન મસ્કના આ જવાબ સાથે, તેણે XMailના ટૂંક સમયમાં લોન્ચ થવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. હવે જોવાનું એ રહે છે કે Xની ઈમેલ સર્વિસ કેવી હશે, કારણ કે આપણે Xની માઈક્રો-બ્લોગિંગ સર્વિસમાં ઘણી પેઈડ સર્વિસ જોઈ છે. આવી સ્થિતિમાં, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે શું ઇમેઇલ સેવામાં પણ કોઈ પેઇડ સેવા હશે કે નહીં. વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી, સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલની જીમેલ સર્વિસ આવતા વર્ષથી બંધ થવા જઈ રહી છે. આ સમાચાર ફેલાયા પછી જ X એ તેની ઈમેલ સેવાની જાહેરાત કરી. જોકે, ગૂગલે તેની જીમેલ સર્વિસ બંધ થવાની અફવાઓ પર બ્રેક લગાવી દીધી છે. Gmail ના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા એક પોસ્ટમાં, Google એ પુષ્ટિ કરી છે કે Gmail સેવા કાર્યરત રહેશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget