શોધખોળ કરો
Advertisement
લૉન્ચ પહેલા Vivo V20 Pro 5Gની કિંમત અને સ્પેસિફિકેશન્સ લીક, જાણો વિગત
Vivo V20 Pro 5G ફોન ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલા દેશભરમાં ઓફલાઈન રિટેલ સ્ટોરના માધ્યમથી પ્રી-બુકિંગ શરુ કરી દીધું છે.
Vivo V20 Pro 5G જલ્દીજ ભારતમાં લોન્ચ થવાનો છે, પરંતુ લોન્ચ થાય તે પહેલા જ ફોનની જાણકારી સામે આવી ગઈ છે. જો કે, આ ફોનનું પ્રી-બુકિંગ શરુ થઈ ગયું છે. લીક રિપોર્ટ અનુસાર ફોનની કિંમતનો પણ ખુલાસો થયો છે. ત્યારે જાણો ફોનની કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે.
Vivo V20 Pro 5G ફોન ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલા દેશભરમાં ઓફલાઈન રિટેલ સ્ટોરના માધ્યમથી પ્રી-બુકિંગ શરુ કરી દીધું છે. પ્રી બુકિંગ કરનારા ગ્રાહકોને ICICI અને બેન્ક ઓફ બરોડાના કાર્ડ પર 10 ટકા કેશબેકની ઓફર મળી રહી છે.
સ્પેસિફિકેશન્સ
Vivo V20 Pro 5Gમાં 6.44 ઈંચની ફુલ એચડી પ્લસ એમલેડ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનમાં સ્નેપડ્રેગન 765G ચિપસેટ, 8 જીબી રેમ અને 128 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સાથે ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ફનટચ ઓએસ 11 પર કામ કરશે.
કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં રિયરમાં ત્રણ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. 64+8+2 મેગાપિક્સલ સેન્સર મળશે. સેલ્ફી માટે 44 મેગાપિક્સલનો પ્રાઈમરી અને 8 મેગાપિક્સલ વાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. 4000mAh બેટરી આપવામાં આવી છે જે 33 વોટ ફ્લેશ ચાર્જ સપોર્ટ કરે છે.
લીક રિપોર્ટ અનુસાર Vivo V20 Pro 5G ભારતમાં 29,990 રૂપિયા સાથે લોન્ચ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોન માત્ર એક જ વેરિએન્ટ 8GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે માર્કેટમાં કંપની ઉતારશે. ફોનની સ્ટોરેજ માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement