શોધખોળ કરો
Advertisement
વોડાફોને રજૂ કર્યા ચાર નવા પ્રીપેડ પ્લાન્સ, કિંમત 24 રૂપિયાથી શરૂ
વોડાફોનના 24 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 100 ઓન નેટ કોલ મિનિટ મળશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ ઓપરેટર વોડાફોને ભારતમાં પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે ચાર નવા પ્લાન્સ રજૂ કર્યા છે. તેમાં 24 રૂપિયા, 129 રૂપિયા, 199 રૂપિયા અને 269 રૂપિયાના પ્લાન્સ સામેલ છે. આ તમામ પ્લાન્સમાં કસ્ટમર્સને ડેટા, કોલિંગની સુવિધા મળશે. તો આવો જાણીએ પ્લાન્સમાં શું છે ખાસ.....
24 રૂપિયાવાનો પ્લાન
વોડાફોનના 24 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 100 ઓન નેટ કોલ મિનિટ મળશે. જેમાં માત્ર વોડા નેટવર્ક માટે ઉપયોગ કરી શકાશે. આ રાત્રે 11થી સવારે 6 સુધી માન્ય રહેશે. પરંતુ જો યૂઝર્સ કોઈ અન્ય નેટવર્ક પર કોલ કરવા માગે છે તો 2.5 પૈસા પ્રતિ સેકન્ડ પ્રમાણે ચાર્જ આપવો પડશે. આ પેકની વેલિડિટી 14 દિવસની રહેશે.
129 રૂપિયાનો પ્લાન
આપ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ મળશે જેથી કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકાય છે. આ પેકમાં રોજ 300 એસએમએસ અને 2 જીબી ડેટા પણ મળશે. આ પેકની વેલિડિટી 14 દિવસની હશે.
199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સ કોઈપણ એફયૂપી લિમિટ વગર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે જ દરરોજ 100 એસએમએસ અને 1 જીબી ડેટા મળશે. આ પેકની વેલિડિટી 21 દિવસની રહેશે.
269 રૂપિયાનો પ્લન
આ પ્લાનમાં યૂઝર્સ અનલિમિટેડ કોલિંગનો લાભ લઈ શકે છે. એટલું જ નહીં આ પેકમાં રોજ 600 એસએમએસ અને 4 જીબી ડેટા મળશે. આ પેકની વેલિડિટી 56 દિવસની રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement