Indian Railways: અનેક મુશ્કેલ કામને સરળ બનાવે છે ભારતીય રેલવેની YATRI એપ, જાણો તેના ફીચર્સ
રેલવેની YATRI એપ આ દિવસોમાં અસરકારક અને ઉપયોગી સાબિત થઈ રહી છે
YATRI App Feature: ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ કામ કર્યા છે. આ સાથે મુસાફરોની સંખ્યા વધારવા માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં મધ્ય રેલવેની YATRI એપ આ દિવસોમાં અસરકારક અને ઉપયોગી સાબિત થઈ રહી છે. આ પ્રથમ સત્તાવાર લોકલ રેલવે મોબાઈલ એપ છે અને તે લોકલ ટ્રેનોના નિયમિત સમય અને લાઈવ અપડેટ્સ બતાવે છે.
YATRI એપ્લિકેશન કેવી રીતે કરે છે મદદ
આ એપ મધ્ય રેલવે એટલે કે મુંબઈમાં ખૂબ જ મદદરૂપ છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર વરસાદની મોસમ દરમિયાન ટ્રેનોની સરળ આવન જાવન માટે કામગીરીનું નિયમન કરે છે. આ એપમાં કઈ ટ્રેનો મોડી ચાલી રહી છે અને કઈ રદ કરવામાં આવી છે. તેમજ કઇ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ એપમાં તમામ માહિતી આપવામાં આવી છે. આવી સ્થિતિમાંતે દરરોજ અપડાઉન કરતા મુસાફરો માટે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે
આ એપ કેવી રીતે કામ કરે છે?
તમામ સમસ્યાઓથી બચવા માટે ઝોનલ રેલવેએ 'યાત્રી એપ' રજૂ કરી છે. એપ્લિકેશન દ્વારા મુસાફરો તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરી શકે છે અને તેથી સ્ટેશનો પર ભીડથી બચી શકે છે. યાત્રી એપ રેલવે કંટ્રોલ રૂમમાંથી સીધા જ તમામ સમાચાર, માહિતી અને જાહેરાતો એકત્રિત કરે છે, તેથી તે બધા માટે વિશ્વસનીય સ્ત્રોત છે.
યાત્રી એપની ખાસ વિશેષતાઓ?
લાઇવ ટ્રેન અપડેટ
વૈકલ્પિક માર્ગો અને ટ્રેન
સત્તાવાર જાહેરાતો
સ્માર્ટ મુસાફરી આયોજન
મેટ્રો, બસ, ફેરી વગેરે વિશે માહિતી.
આ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી
ઝોનલ રેલવેએ મુસાફરોને મોબાઈલ ફોન પર ચોમાસા સંબંધિત નવીનતમ અપડેટ્સ મેળવવા માટે YATRI એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું છે. યાત્રી એપ ડાઉનલોડ કરવા માટે મુસાફરોએ ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરમાં જવું પડશે અને YATRI - Your Railway Companion સર્ચ કરવું પડશે. તે પછી તમે તેને ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો.