વૉટ્સએપમાં આ રીતે ચાલુ કરો ડિસઅપેયરિંગ મેસેજ ફિચર, જાણી લો આખી પ્રૉસેસ.......
તમે ડિસેપિયરિંગ મેસેજને ઇનેબલ કરો છો ત્યારે તમે મેસેજિસ મોકલ્યાના 24 કલાક, 7 દિવસ અથવા તો 90 દિવસના સમયગાળા પછી ગાયબ થવા માટે સેટ કરી શકો છો.
નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી વધુ વપરાતી વૉટ્સએપ હવે પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લઇને આવ્યુ છે. વૉટ્સએપમાં તાજેતરમાં જ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, જે પ્રમાણે હવે યૂઝર્સ એક નિશ્ચિત સમય પછી તેમના મેસેજને ગાયબ કરી શકે છે, જોકે, આ એક વૈકલ્પિક ફિચર્સ છે. તમે વધુ પ્રાઇવસી માટે તેને ઓન કરી શકો છો. જાણો વૉટ્સએપ ડિસઅપેયરિંગ મૉડ ફિચર્સ વિશે.......
વૉટ્સએપ ડિસઅપેયરિંગ મૉડ-
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જ્યારે તમે ડિસેપિયરિંગ મેસેજને ઇનેબલ કરો છો ત્યારે તમે મેસેજિસ મોકલ્યાના 24 કલાક, 7 દિવસ અથવા તો 90 દિવસના સમયગાળા પછી ગાયબ થવા માટે સેટ કરી શકો છો. જોકે આ નવું ફિચર ફક્ત નવા મેસેજ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેટિંગ તમે ચેટમાં અગાઉ મોકલેલા કે પ્રાપ્ત કરેલા મેસેજને અસર નહીં કરે. આ સિવાય પર્સનલ ચેટમાં, કોઈપણ યુઝર અદૃશ્ય થવા વાળા મેસેજને ચાલુ અથવા બંધ કરી શકે છે. ગ્રૂપ ચેટ વિશે વાત કરીએ તો, કોઈપણ ગ્રૂપ પાર્ટિસિપન્ટ અદૃશ્ય થવા વાળા મેસેજને ચાલુ કે બંધ કરી શકે છે. જો કે, ગ્રૂપ એડમિન ગ્રૂપ સેટિંગ્સ બદલી શકે છે જેથી કરીને માત્ર એડમિન જ અદ્રશ્ય થતા મેસેજને ચાલુ કે બંધ કરી શકે. જો કોઈ યુઝર 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસની અંદર WhatsApp ખોલતું નથી, તો મેસેજ ચેટમાંથી ગાયબ થઈ જશે. જો કે જ્યાં સુધી વોટ્સએપ ઓપન ન થાય ત્યાં સુધી મેસેજનું નોટિફિકેશન જોવા મળતું રહેશે. જાણો તમે અદ્રશ્ય થવા વાળા મેસેજીસને કેવી રીતે એનેબલ અને ડિસેબલ કરી શકો છો.
Android અને iPhone પર અદ્રશ્ય થતા સંદેશાઓને કેવી રીતે એનેબલ કરવા:
WhatsApp ચેટ ખોલો.
કોન્ટેક નેમ પર ટેપ કરો.
ડિઍપીયરીન્ગ મેસેજ પર ટેપ કરો. જો પ્રોમ્પ્ટ દેખાય, તો Continue પર ટેપ કરો.
હવે તમારે 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ વચ્ચે પસંદગી કરવાની રહેશે.
India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર
Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ
જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત
રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે