WhatsApp સ્ટેટસ પર રિપ્લાય હવે તમે આ રીતે પણ કરી શકશો, લખવાની નહીં પડે જરૂર
વેબસાઇટ અનુસાર, કંપની લોકોને ઇમૉજીની જેમ જ રિપ્લાય આપવા માટે 8 અવતારનો ઓપ્શન આપશે. અવતાર લોકોને તેમની ફિલિંગ્સને ઇમૉજી કરતાં વધુ સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરશે,
WhatsApp Upcoming Feature: ભારતમાં 550 મિલિયનથી વધુ લોકો વૉટ્સએપનો ઉપયોગ કરે છે. સમયની સાથે યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે કંપની તેમાં નવા ફિચર્સ અને અપડેટ આપતી રહી છે. આ દરમિયાન કંપની એક નવી ફેસિલિટીનું ટેસ્ટિંગ કરી રહી છે જે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે અવેલેબલ છે. ખરેખર, બહુ જલદી તમે અવતાર દ્વારા પણ વૉટ્સએપ સ્ટેટસનો રિપ્લાય આપી શકશો. હાલમાં, આપણે સામાન્ય રીતે ઇમૉજી અને મેસેજ દ્વારા વૉટ્સએપ પર સ્ટેટસનો જવાબ આપીએ છીએ. ટૂંક સમયમાં આમાં હવે અવતારનો બીજો ઓપ્શન એડ કરવામાં આવશે. આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે.
વેબસાઇટ અનુસાર, કંપની લોકોને ઇમૉજીની જેમ જ રિપ્લાય આપવા માટે 8 અવતારનો ઓપ્શન આપશે. અવતાર લોકોને તેમની ફિલિંગ્સને ઇમૉજી કરતાં વધુ સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરશે, તેમજ એપનો અનુભવ વધારવામાં મદદ કરશે. હાલમાં આ ફેસિલિટી માત્ર બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. જો તમે પણ પહેલા વૉટ્સએપના તમામ નવા ફિચર્સ મેળવવા માંગતા હો, તો તમે બીટા પ્રૉગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
વૉટ્સએપ પર લોકોને મળ્યું આ ફિચર -
મેટાએ હાલમાં જ લોકોને વૉટ્સએપ પર HD ફોટો અને વીડિયો શેર કરવાની સુવિધા આપી છે. HD ફોટો શેર કરવા માટે તમારે ફોટો શેર કરતી વખતે HD ઓપ્શન પર ક્લિક કરવું પડશે. તેવી જ રીતે HD વીડિયો શેર કરવા માટે તમારે વીડિયો શેર કરતી વખતે સ્ટાન્ડર્ડને બદલે HD ઓપ્શન પસંદ કરવો પડશે.
આ ફિચર્સ પર પણ ચાલી રહ્યું છે કામ -
વૉટ્સએપના કેટલાય નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે જેમાં યૂઝરરેમ, તાજેતરનો હિસ્ટ્રી શેર, મલ્ટિપલ એકાઉન્ટ લૉગિન વગેરેનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ તમે ઇન્સ્ટાગ્રામની જેમ વૉટ્સએપમાં પણ એકથી વધુ એકાઉન્ટ ખોલી શકશો. જેમ તમે Instagram માં એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં સ્વિચ કરો છો, તે જ રીતે તમે WhatsAppમાં પણ કરી શકશો. જોકે શરૂઆતમાં તમારે એકવાર એકાઉન્ટમાં લૉગિન કરવું પડશે.