શ્યાઓમીએ લૉન્ચ કરી Xiaomi Service+ App, જાણો યૂઝર્સને હવે 24x7 સુધી કઇ સર્વિસ મળી રહેશે ફ્રીમાં........
કંપની તરફથી આપવામા આવેલી જાણકારી અનુસાર, Xiaomi Service+ એપ એઆઇ ચેટબૉટ્સ વાળુ હશે.
How Xiaomi Service+ App will Work: જો તમે Xiaomiનો મોબાઇલ કે બીજી કોઇ પ્રૉડક્ટ યૂઝ કરો છો, તે તમારા માટે આ ખબર કામની છે. ખરેખરમાં, Xiaomi Indiaએ અહીંના યૂઝર્સને બેસ્ટ સર્વિસ અને સપોર્ટ આપવાના હેતુથી Xiaomi Service+ એપને લૉન્ચ કરી છે. આ એપ (App) દ્વારા તમે તમારા ફોનને રિપેર (Xiaomi Phone Repairing Services) કરાવી શકશો એટલુ જ નહીં પરંતુ તમે લાઇવ ચેટ પર આની અલગ અલગ પ્રૉડક્ટ વિશે વાત કરીને પુરેપુરી જાણકારી પણ લઇ શકશો. જાણો આનાથી તમને શું શું નવી સુવિધા મળશે.............
શું શું કરી શકશો આ એપથી..........
કંપની તરફથી આપવામા આવેલી જાણકારી અનુસાર, Xiaomi Service+ એપ એઆઇ ચેટબૉટ્સ વાળુ હશે. આ ઉપરાંત અહીં યૂઝર્સને લાઇવ એજન્ટ ચેટ (Live Agent Chat)ની સુવિધા પણ મળશે. યૂઝર્સ આ એપ દ્વારા ફોન અને અન્ય ડિવાઇસના રિપેરિંગ (Device Repairing) ઉપરાંત ડિવાઇસીસના ઇન્સ્ટૉલેશન અને ડેમોની પણ બુકિંગ કરી શકે છે. કંપનીએ બતાવ્યુ કે હાલમાં આ એપ ગૂગલ પ્લે સ્ટૉર (Google Play Store) પર ઉપલબ્ધ રહેશે. કંપનીનો દાવો છે કે આ એપ પર યૂઝર્સને 24 કલાક કસ્ટમર સપોર્ટ મળશે. આ એપ પર તમે Xiaomiના ડિવાઇસીસની વૉરંટી ડિટેલ ચેક કરવા, આસપાસ હાજર સર્વિસ સેન્ટરને જાણવા અને પોતાની ડિવાઇસીસ માટે સ્પેર પાર્ટ્સની કિંમતોને પણ જાણી શકશો.
આ પ્રૉડક્ટ સાથે જોડાયેલી સમસ્યા પણ થશે દુર-
ઉલ્લેખનીય છે કે આ એપ માત્ર ફોન (Phone) માટે જ નથી પરંતુ તમે Xiaomiની બીજી પ્રૉડક્ટ સાથે જોડાયેલી ફરિયાદ કે જાણકારી પણ અહીંથી લઇ શકશો. જો તમારી પાસે Mi Beard Trimmer, Mi TV, Mi AirPOP માસ્ક, USB કેબલ જેવુ ડિવાઇસ છે, તો આની સાથે જોડાયેલી ફરિયાદ પણ તમે આ એપ પર કરી શકશો.
આ પણ વાંચો...........
WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?
LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન