(Source: ECI/ABP News/ABP Majha)
Xiaomi યૂઝર્સને ફ્રીમાં મળી રહી છે 3 મહિના સુધીની Youtube Premium સર્વિસ, આ રીતે લો લાભ..............
યુટ્યૂબને સતત અલગ અલગ શૉર્ટ્સ વીડિયો એપથી કન્ટેન્ટમાં ટક્કર મળી રહી છે. આવામાં કંપનીનો ફોકસ અલગ અલગ રીતે પોતાની સાથે વધુમાં વધુ યૂઝર્સને જોડવાનો છે.
Xiaomi Offer : શું તમારી પાસે શ્યાઓમી (Xiaomi)ના કેટલાક નવા મૉડલ વાળા સ્માર્ટફોન (Smartphone) છે. જો હા, તો તમે ફ્રીમાં યુટ્યૂબ પ્રીમિયમ સર્વિસ (Youtube Premium Service) નો ફાયદો ઉઠાવી શકો છો. ખરેખરમાં Xiaomiના કેટલાક નવા સ્માર્ટફોન અને ફ્યૂચરમાં લૉન્ચ થનારા સ્માર્ટફોનની સાથે 3 મહિના સુધીનુ ફ્રી યુટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપવાની જાહેરાત કરી છે. કંપનીના નવા ફોન યૂઝર્સ કેટલાક સ્ટેપ્સ ફોલો કર્યા બાદ આસાનીથી આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન બેઝ્ડ પેકેજ છે. અહીં તમારે એડ ફ્રી મ્યૂઝિક અને વીડિયો કન્ટેન્ટ મળે છે.
આ સ્માર્ટફોન માટે વેલિડ છે આ ઓફર-
કંપનીની આ ઓફર Xiaomi સ્માર્ટફોનમાં Xiaomi 11T Pro, Xiaomi 11T, Xiaomi 11 Lite 5G NE, Redmi Note 11 Pro 5G, Redmi Note 11 Pro, Redmi Note 11S અને Redmi Note 11 માટે હશે. યૂઝર YouTube એપ ખોલીને અને અન્ય ગાઇડલાઇન્સને ફોલો કરતા YouTube પ્રીમિયમનો ફ્રીમાં આનંદ લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, યુટ્યૂબને સતત અલગ અલગ શૉર્ટ્સ વીડિયો એપથી કન્ટેન્ટમાં ટક્કર મળી રહી છે. આવામાં કંપનીનો ફોકસ અલગ અલગ રીતે પોતાની સાથે વધુમાં વધુ યૂઝર્સને જોડવાનો છે. આ કારણ છે કે કંપની યુટ્યૂબ શૉર્ટ્સ પર પણ આટલો ફૉકસ કરી રહી છે.
શું છે પ્રીમિયમ સર્વિસનો ફાયદો-
ખરેખરમાં, યુટ્યૂબ પ્રીમિયમ યૂઝર્સને વિના જાહેરાતે પ્રીમિયમ ઓડિયો અને વીડિયો કન્ટેન્ટ આપે છે. આની સૌથી ખાસ વાત એ છે કે તમે પ્રીમિયમ સર્વિસમાં યુટ્યૂબને બેકગ્રાઉન્ડમાં પણ ચલાવી શકો છો. ઇન્ડિયામાં યુટ્યૂબ પ્રીમિયમનો ચાર્જ મહિનાના 129 રૂપિયા છે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત