(Source: ECI/ABP News/ABP Majha)
Xiaomi Civi સીરીઝ આજે માર્કેટમાં કરશે એન્ટ્રી, ફોનમાં મળશે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો
આમાં AMOLED ડિસ્પ્લે અને 4500mAhની બેટરી આપવામાં આવશે. આ સીરીઝ ભારતમાં ક્યારે લૉન્ચ થસે તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી. જાણો શું છે ફોનની સ્પેશિફિકેશન્સ......
નવી દિલ્હીઃ પૉપ્યૂલર સ્માર્ટફોન મેકર શ્યાઓમી આજે પોતાના ઘરેલુ માર્કેટમાં નવી સ્માર્ટફોન સીરીઝ Xiaomi civiને લૉન્ચ કરવા જઇ રહી છે. આને મિડ રેન્જ હેન્ડસેટ તરીકે લૉન્ચ કરવામાં આવી શકે છે. આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપરાંત ક્વાલકૉમ સ્નેપડ્રેગન 778G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. સાથે જ આમાં AMOLED ડિસ્પ્લે અને 4500mAhની બેટરી આપવામાં આવશે. આ સીરીઝ ભારતમાં ક્યારે લૉન્ચ થસે તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી. જાણો શું છે ફોનની સ્પેશિફિકેશન્સ......
સ્પેશિફિકેશન્સ-
Xiaomi civiમાં 6.55 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે, જેનુ રિઝૉલ્યૂશન (1,080x2,400 પિક્સલ) છે. આનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 778G પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં 8GB રેમ ઉપલબ્ધ છે.
કેમેરા-
Xiaomi civiમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે. સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી અને કનેક્ટિવિટી-
પાવર માટે Xiaomi Civiમાં 4500mAh બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.