શોધખોળ કરો

ઝુકરબર્ગે ફેસબુકનું નવું નામ આપ્યું એ 'META'નો શું છે અર્થ ? ઝૂકરબર્ગે કેમ પસંદ કર્યું આ નામ ?

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે નવું નામ મેટાવર્સ પ્લાનનો એક ભાગ છે.

Facebook New Name: ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે. કંપનીની કનેક્ટ ઇવેન્ટમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ફેસબુક તરફથી ટ્વિટર પર લખવામાં આવ્યું હતું કે, “ફેસબુકનું નવું નામ મેટા હશે. મેટા મેટાવર્સ બનાવવામાં મદદ કરશે. એક એવી જગ્યા જ્યાં આપણે રમીશું અને 3D ટેકનોલોજી દ્વારા એકબીજા સાથે કનેક્ટ થઈશું. સામાજિક જોડાણના આગલા પ્રકરણમાં આપનું સ્વાગત છે." ફેસબુક દ્વારા 15 સેકન્ડનો એક વિડિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે ફેસબુકનું નામ બદલીને હવે મેટા કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં મેટાનો લોગો પણ બહાર પાડવામાં આવ્યો છે. મેટાનો લોગો વર્ટિકલ આઈ (8) ની રેખાઓ પર વાદળી રંગમાં બહાર પાડવામાં આવ્યો છે.

ઝકરબર્ગે કહ્યું કે નવું નામ તેનો સમય દર્શાવે છે. તેમણે કહ્યું કે યુઝર્સને કંપનીની અન્ય સેવાઓનો ઉપયોગ કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. મેટા શબ્દ ગ્રીકમાંથી આવ્યો છે અને તેનો અર્થ Beyond (ચડિયાતું) થાય છે.

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે નવું નામ મેટાવર્સ પ્લાનનો એક ભાગ છે. ગયા મહિને ફેસબુકે તેના મેટાવર્સ બનાવવાની યોજના વિશે માહિતી આપી હતી. મેટાવર્સ શબ્દનો ઉપયોગ ડિજિટલ વિશ્વમાં વર્ચ્યુઅલ, ઇન્ટરેક્ટિવ સ્પેસને જાણવા અને સમજવા માટે થાય છે. મેટાવર્સ એ એક વર્ચ્યુઅલ વિશ્વ છે જ્યાં વ્યક્તિ ભૌતિક રીતે હાજર ન હોવા છતાં પણ અસ્તિત્વમાં હોઈ શકે છે.

અગાઉ ફેસબુક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે સોશિયલ નેટવર્કને મેટાવર્સ બનાવવા માટે હજારો કર્મચારીઓની જરૂર પડશે. આ માટે ફેસબુક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 10,000 લોકોને હાયર કરવામાં આવશે. નવા મેટાવર્સમાં, Facebook વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરશે અને વર્ચ્યુઅલ અનુભવોનો નવો અધ્યાય શરૂ કરશે.

ફેસબુક દ્વારા આ નામ એવા સમયે બદલવામાં આવ્યું છે જ્યારે ઘણા દેશોમાં કંપની સામે ઓનલાઈન સેફ્ટી, ભડકાઉ સામગ્રીને રોકવાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારત સરકારે ફેસબુકને એક પત્ર પણ મોકલીને સોશિયલ મીડિયા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા એલ્ગોરિધમ્સ અને પ્રક્રિયાઓની વિગતો માંગી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ

Embed widget