બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થીનીના આક્ષેપ પ્રમાણે જયેશ પટેલે તેને બોલાવી ત્યારે ચાર છોકરી તેની સાથે બેસીને બીયર પીતી હતી. આ પૈકી ત્રણ છોકરીઓનાં નિવેદન લેવાયાં છે પણ ચોથી છોકરી ગાયબ છે. આ છોકરી ક્યાં ગઈ તે વિશેની માહિતી જયેશ પાસેથી મેળવવાની હોવાથી રીમાન્ડની માગ કરાઈ હતી.
2/9
જયેશ પટેલના વકીલ કૌશિક ભટ્ટે પટેલ ડાયાબિટીસ તથા લીવરની બિમારીથી પિડાય છે તેથી હેલ્પરની મદદ માગી હતી. કોર્ટે આ માગ ફગાવીને આદેશ આપ્યો કે જયેશ પટેલને કોઈ પણ પ્રકારની સારવાર કે મેડિકલ આસિસ્ટન્ટની જરૂર પડે તો પોલીસ તેમને એ પૂરી પાડશે તેથી હેલ્પરની જરૂર નથી.
3/9
જયેશ પટેલે એવી રજૂઆત કરી હતી કે પોતે બ્લડ સેમ્પલ આપવા નથી માગતો અને આ અંગે લેખિત રજૂઆત કરવાનો તેમને બંધારણીય અધિકાર છે. આ કેસ સાથે બ્લડ સેમ્પલને કોઈ લેવાદેવા નથી તેવી દલીલ કરીને જયેશ પટેલે બ્લડ સેમ્પલ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
4/9
જયેશ પટેલે આડોડાઈ કરતાં મેડિકલ ટીમ જયેશના ડીએનએમ સેમ્પલ લેવામાં નિષ્ફળ ગઈ હતી. બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થીનીનાં કપડાં પર મળેલા પુરાવા સાથે મેચ કરવા તેમજ જયેશ પટેલ સેક્સ માટે કેટલા ફીટ છે તે ચકાસવા માટે આ ડીએનએ ટેસ્ટ જરૂરી હતા.
5/9
પોલીસે રજૂઆત કરી હતી કે જયેશ પટેલે બહુ સમય વેડફ્યો હતો અને મેડિકલ ટેસ્ટ દરમિયાન તે સહકાર નહોતા આપતા. જયેશ પટેલનું મેડિકલ તથા પોલીસ પ્રોસીજરનું જ્ઞાન વ્યાપક હોવાથી તે આ રીતે પોલીસને ઉંધા પાટે ચડાવવા માટે કોશિશ કરી રહ્યા છે તેવી દલીલ પોલીસે કરી હતી.
6/9
જયેશ પટેલ સ્માર્ટ છે તેથી તેમણે એ ગમે તે રીતે સમય પસાર કરે છે પણ પોલીસ ગુરૂવારે તેમના મેડિકલ ટેસ્ટ કરશે. પોલીસ ગુરૂવારે વડોદરા અથવા અમદાવાદના ડોક્ટરોના બનેલા મેડિકલ બોર્ડની હાજરીમાં તેમના મેડિકલ સેમ્પલ લેશે. તેના આધારે તે બળાત્કાર જેવો અપરાધ કરવા સક્ષમ છે કે નહીં તે નક્કી થશે.
7/9
પોલીસે દલીલ કરી હતી કે જયેશ પટેલ પાંચ દિવસથી ભાગતો ફરતો હતો ત્યારે તે ક્યાં ગયો તેની તપાસ જરૂરી છે. આ ઉપરાંત તેની સાથીદાર એવી હોસ્ટેલ રેક્ટર ભાવના ચૌહાણ પણ ભાગી ગઈ હતી. બંને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં છે તેથી બંનેને સાથે બેસાડીને પૂછપરછ કરવી જરૂરી છે.
8/9
જયેશ પટેલની ધરપકડ કરાઈ ત્યારથી તેણે કંઈ ખાધું નહોતું. જયેશ ડાયાબિટીસીનો દર્દી છે અને તેની પાસેથી તેની દવા મળી હતી. ભોજન નહીં લઈને તે તબિયત બગડે તેવી સ્થિતી સર્જવા માગે છે કે જેથી તપાસથી બચાય પણ પોલીસ એ સ્થિતી નહીં સર્જાવા દે.
9/9
વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં ઝડપાયેલા ડો. જયેશ પટેલના બુધવારે 8 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. આ રીમાન્ડ દરમિયાન જયેશ પટેલ સાથે બીયર પી રહેલી ચાર છોકરીઓનો મુદ્દો પણ ઉપસ્થિત થયો હતો. આ ઉપરાંત બીજા પણ કેટલાક મુદ્દા ઉભા થયા હતા. પોલીસની રીમાન્ડ અરજી અને તેની સામે જયેશ પટેલે કરેલી દલીલો અત્યંત રસપ્રદ હતી. તેના પર એક નજર નાંખો.