શોધખોળ કરો
મોદી બનવા નિકળેલા સૌરભ પટેલ ઉંધા માથે પછડાયા, સ્વિચ એક્સ્પોના ઉદઘાટનમાં બોલ્યો હુરિયો, લાઈટ જતી રહેતાં ધજાગરા
1/8

એક્સ્પોના સ્થળ પર વાહનોના પાર્કિંગની કોઇ જ વ્યવસ્થા નહીં હોવાથી પ્રદર્શન સ્થળથી લગભગ એકથી દોઢ કિલોમીટર દૂર એપીએમસી માર્કેટ આસપાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે પ્રદર્શનમાં આવનાર વિદેશી મહેમાનોને પણ ફરજિયાત ચાલવું પડ્યું હતું. બેટરી ઓપરેટેડ વાહન ફક્ત પ્રદર્શન પરિસરમાં બનાવેલા રોડ પર ફરી શક્તું હતું. અનેક લોકોએ હાઇવે પર વાહન ખડકી દેતાં હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
2/8

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉદ્ઘાટન ચાલી રહ્યું હતું તે સમયે જ એક્સ્પોમાં ગેરવ્યવસ્થા જોઇને પરેશાન થઇ ગયેલા કેટલાક સ્ટોલધારકો ઓડિટોરિયમમાં ધસી આવ્યા હતા. તેમને સાંભળવા માટે કોઇ જ પ્રતિનિધિ હાજર નહીં હોવાથી શોર મચાવી મૂક્યો હતો.
Published at : 07 Oct 2016 11:44 AM (IST)
View More





















