શોધખોળ કરો
વડોદરાઃ છૂટાછેડાના 20 દિવસ પછી યુવકે કેમ કરી નાંખી પત્નીની હત્યા, જાણો શું હતું કારણ?

1/5

વડોદરા: ભાયલીમાં પૂર્વ પત્નીની હત્યા કર્યા પછી યુવકે પણ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંનેએ હજુ 20 દિવસ પહેલા જ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી યુવક ઘરે સામાન લેવા આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે ઝઘડો થતા યુવકે પૂર્વ પત્નીની હત્યા કરી નાંખી હતી અને આ પછી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને તેણે પણ આપઘાત કરી લીધો હતો.
2/5

ઉશ્કેરાયેલા પતિએ રસોડામાંથી દસ્તો લઈને પત્નીના માથા પર ઉપરાછાપરી ઘા ઝીંકતા પત્નીનું મોત નીપજ્યું હતું. જોકે, આ ઘટનાની ગણતરીની જ મિનિટોમાં મનિષે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. પોલીસને યુવતીની હત્યા માટે વપરાયેલો દસ્તો મળી આવ્યો છે. પાડોશીઓએ પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
3/5

આ અંગેની વિગતો એવી છે કે, સીઝન પ્રાઇમ સોસાયટીમાં રહેતા મનિષે પત્ની રચનાને લગ્નેત્તર સંબંધ હોવાની શંકામાં પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. દરમિયાન ગુરુવારે મનિષ પોતાનો સામાન લેવા ઘરે આવ્યો હતો. રચના પણ આ જ દિવસે ઉદયપુર જવાની હતી. જેના માટે સામાન પણ પેક કરી રાખ્યો હતો. મનિષ સામાન લેવા આવ્યો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
4/5

5/5

પત્નીની હત્યા કર્યા બાદ મનીષ પર પણ લોહી ઉડ્યું હોવાથી તે પહેલા બાથરૂમમાં જઈને ન્હાયો હતો. આ પછી કપડા બદલી ઓલ્ડ પાદરા રોડ ખાતે રહેતી રચનાની બહેનને ફોન કરીને પોતે રચનાની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ પછી તેણે આત્મહત્યા કરી હતી.
Published at : 25 Jan 2019 09:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
