શોધખોળ કરો
Exclusive: દોઢ માસની બાળકીને બચાવનાર પોલીસ અધિકારી કોણ છે? કેવી રીતે પાર પાડ્યું રેસ્ક્યુ ઓપરેશન?
1/3

વધુમાં ગોવિંદ ચાવડાએ કહ્યું કે, આ બધામાં એક દોઢ મહિનાની બાળકી પણ હતી જેને બચાવવા માટે મેં તેમના ઘરમાંથી ટબ માંગ્યુ હતું. બાળકને કપડાથી વિંટીને ટબમાં મુકી મારા માથા પર રાખીને તેને બચાવ્યુ હતું. બાદમાં એક કેન્સર પીડિત એક માજીને ખાટલા પર બેસાડી તેમને બચાવાયા હતા. ગોવિંદભાઇએ કહ્યું કે, અમે ત્યાં પહોંચ્યા એટલે અમારી પાસે રેસ્ક્યુ માટેના કોઇ સાધનો નહોતા. અમે એનડીઆરએફને કોલ કર્યો હતો પરંતુ તેઓને અહી આવવામાં વાર લાગે તેવી હતી જેથી અમે જાતે જ લોકોને બચાવવાનો નિર્ણય કર્યો હતો. મને તરતા આવડતું હોવાથી મે લોકો સુધી પહોંચવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે પીએસઆઇ ગોવિંદભાઇની કામગીરીની વડોદરા પોલીસ કમિશનરે પણ પ્રશંસા કરી હતી.
2/3

વડોદરાઃ વડોદરામાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં 22 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. વડોદરામાં પોલીસ અને NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઇ હતી. ત્યારે આ બધાની વચ્ચે વડોદરાના પીએસઆઇનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઇ શકાય છે કે તેમણે જીવના જોખમે એક દોઢ મહિનાની બાળકીને બચાવી હતી. એટલું જ નહી આ સાથે તેમણે 73 લોકોના પણ જીવ બચાવ્યા હતા. આ જાંબાઝ પીએસઆઇનું નામ છે ગોવિંદ ચાવડા. ગોવિંદ ચાવડા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ગોવિંદ ચાવડાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી કેવી રીતે બાળકીને બચાવી તેની જાણકારી આપી હતી.
Published at : 01 Aug 2019 05:27 PM (IST)
Tags :
RescueView More





















