પોલીસે કિશોરનાં માતા-પિતાને બોલાવીને સમજાવ્યાં હતાં અને કિશોરને પણ સુધરી જવા માટે સલાહ આપી હતી. આ ઉપરાંત પરીણિતાને પણ બોલાવીને તેને પણ કિશોરથી દૂર રહેવા કહેવાયું છે. આ યુવતી એક સંતાનની માતા છે ત્યારે સંતાનના ભવિષ્ય પર ધ્યાન આપવા પોલીસે તેને સલાહ આપી હતી.
2/4
આ મહિલાએ કિશોરનો પહેલાં પોતાની હવસ સંતોષવા માટે ઉપયોગ કર્યો અને તે પછી પોતાના મોજશોખ સંતોષવા માટે તેની પાસે જાતજાતની માગણીઓ શરૂ કરી હતી. તેમે કિશોરને પૈસા મેળવવા માટે ચોરી કરવાનો ઉપાય પણ સૂચવ્યો હતો ને તેના કારણે આ કિશોરને ચોરીની લત લાગી ગઈ.
3/4
અમદાવાદઃ અમદાવાદમાં થોડાક સમય પહેલાં એક વાસનાંધ શિક્ષિકા પોતાના વિદ્યાર્થીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ભાગી ગઈ હોવાની ઘટના નોંધાઈ હતી. વડોદરામાં પણ કંઈક આ પ્રકારની જ ઘટના બની છે. આ ઘટનામાં એક સંતાનની માતા એવી યુવતીએ પોતાની હવસ સંતોષવા નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ફસાવ્યો હતો અને પછી પોતાના મોજશોખ સંતોષવા તેને ચોરીના રવાડે ચડાવી દીધો હતો.
4/4
વડોદરાની નવાપુરા પોલીસે તાજેતરમાં વાહન ચોરીના કેસમાં બે કિશોરોનો પકડ્યા ત્યારે આ વાતનો ભાંડો ફૂટ્યો હતો. આ કિશોર ખેડા જિલ્લાના કઠલાલ ગામનો રહેવાસી છે અને ભણવા માટે વડોદરા આવ્યો હતો. અહીં તેની મુલાકાત આ પરીણિતા સાથે થઈ અને તેના પ્રેમમાં પડીને ચોરીના રવાડે ચડી ગયો હતો.