શોધખોળ કરો
રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી ભર્યું ઉમેદવારી ફોર્મ, સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી રહ્યા ઉપસ્થિત, જુઓ વીડિયો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાની પારંપરિક સીટ અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. રાહુલ ગાંધીએ જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરતા પહેલા અમેઠીમાં રાહુલ ગાંધીએ ત્રણ કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. જેમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા. પ્રિયંકા-રોબર્ટના સંતાનો રિહાન અને મિયારા પણ રોડ શોમાં જોવા મળ્યા હતા.
આગળ જુઓ





















