શોધખોળ કરો
Gujarat Bypolls: ભાજપે ભ્રષ્ટાચારના રૂપિયાથી ધારાસભ્યોને ખરીદ્યાઃ અમિત ચાવડા
પેટાચૂંટણીને (Gujarat Bypolls) લઈ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ (Gujarat Congress president Amit Chavda ) પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહાર કર્યો હતો. ચાવડાએ કહ્યું હતું કે, ભાજપના કારણે રાજ્યની આઠ બેઠકો પર ચૂંટણી યોજવાની સ્થિતિ સર્જાઈ છે. ભાજપે ભ્રષ્ટાચારના રુપિયાથી ધારાસભ્યોને ખરીદ્યા છે. રાજીનામું આપનાર ધારાસભ્યોને ચાવડાએ ગદ્દાર ગણાવી કહ્યું હતું કે તમામ ગદ્દારોને પોતાના મતવિસ્તારના લોકો જવાબ આપશે. ગદ્દારો સામે કૉંગ્રેસના વફાદારોની જીત થશે.
આગળ જુઓ





















