હાર્દિક પટેલની પિતરાઇ બહેનના લગ્નમાં ફાયરિંગ, સાત PAAS કન્વિનરો વિરુદ્ધ ફરિયાદ, વીડિયો વાયરલ
અમદાવાદઃ વિરમગામ ખાતે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની પિતરાઇ બહેનના લગ્નસમારંભમાં હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર સ્થળ પર ફાયરિંગ થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં લગ્નમાં થયેલા ફાયરિંગનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં રાજકોટ પાસ કન્વિનર બ્રિજેશ પટેલ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, પાટીદાર નેતા હાર્દિક પટેલની પિતરાઇ બહેનના લગ્નસમારંભ દરમિયાન હવામાં ફાયરિંગ કર્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. લગ્ન ફેબ્રુઆરી મહિનામાં યોજાયા હતા. વિરમગામ ટાઉન પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પાસાના સાત કન્વિનરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
વીડિયોમાં પાસના કન્વિનરો નાચતા જોવા મળી રહ્યા છે અને તેમની સાથે હાર્દિક પટેલ પણ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. છોટે હાર્દિકના નામથી જાણીતો હાર્દિક કિર્તિભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ કરી છે. બ્રિજેશ. જયેંદ્ર, રાહુલ પટેલ, અક્ષય પટેલ, હેમાંગ પટેલ અને લાલજી પટેલ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
![Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 3 ગુજરાતી પહોંચ્યા અમદાવાદ, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/45771ee3312d8a27ec0c47def15e5e4f173977973289573_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/2651e9c4d5c94cc36c6d123dcdac5dc1173977194171073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/02e3ec725a8e71fcd7a80ba21e5a977e173977175008173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/fbcc055225129215389ea7bc261d6ac3173963432618173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![AMC Budget 2025-26 : અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/c38bc7af0ac46f21792901561c018c6b17395398542451012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)