Hun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?
સુરતના મહિધરપુરા વિસ્તારમાં વિદ્યર્મી યુવક મોહમ્મદ સૈયદ પર 13 વર્ષની કિશોરીનું અપહરણ કર્યાનો આરોપ છે. મૂળ બિહારનો મોહમ્મદ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં જરીકામ કરતો હતો. ગયા મહિને તે બાજુમાં રહેતી એક કિશોરીને ભગાડી ગયો. પોલીસે તેના વતન બિહારમાં જઈ તપાસ કરી. પણ તે ત્યાં ન મળ્યો. તે સતત પોતાનું રહેઠાણ બદલાવતો. આખરે પોલીસને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સના આધારે ખબર પડી કે, આરોપી મોહમ્મદ હૈદરાબાદમાં છૂપાયો છે. પોલીસે તેને હૈદરાબાદથી પકડી કિશોરીને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી.
નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે રાજકોટમાં અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના UD ક્લબના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું. કડવા પાટીદાર સમાજ તરફથી UD ક્લબના દાંડિયાનું આયોજન કરાય છે. સમાજના અગ્રણી અને ભાજપ આગેવાન પુષ્કર પટેલે લવ જેહાદ રોકવા માટે સૂચન કર્યું કે, ગરબાના આયોજકોએ આધાર કાર્ડ અને ફોટો લઈને જ પાસ ઈશ્યૂ કરવા જોઈએ...જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. VHPના સંગઠન મહામંત્રી મિલિન્દ પરાન્ડેએ પણ આહ્વાન કર્યું કે, ગરબાના આયોજકો ચકાસણી કરીને જ દરેકને પ્રવેશ આપે.