શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?

Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?

આજકાલ વાહન ચાલકો પેટ્રોલમાં પાણી આવતું હોવાની ફરિયાદ કરે છે..અને એની પાછળું કારણ છે E20 એટલે કે  20% ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ...શેરડીમાંથી બનતા અલગ અલગ તત્વોમાંથી  ઈથેનોલ બનાવીને પેટ્રોલમાં બ્લેન્ડ કરવામાં આવે છે...પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેરવાનો વાહનચાલકો સતત વિરોધ કરી રહ્યા છે..વાહન ચાલકોની સાથે સાથે પેટ્રોલપંપ માલિકો પણ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી નુક્સાન જઈ રહ્યું હોવાનો દાવો કરી રહ્યા છે...વાહનચાલકો કહી રહ્યા છે કે 20 ટકા ઈથેનોલ વાળા પેટ્રોલથી વાહનની ટાંકી બગડી રહી છે..તો સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડીલર એસોસિયેશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે.સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો, એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે. એને લઈને વિવાદો ઊભા થયા..1 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાની યોજનાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. આ યોજના હેઠળ દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવામાં આવી રહ્યું છે. 

જો કે એક્સપર્ટ્સનો દાવો છે કે, 2023 પછીના BS-6 એન્જિન E20 ફ્યૂઅલ માટે સંપૂર્ણ સુસંગત છે, જોકે 2020થી 2023ની વચ્ચેના એન્જિન માત્ર 10% ઇથેનોલ બ્લેન્ડ (E10) માટે સુસંગત હતા. 2020 પહેલાંના એન્જિનમાં E20 ફ્યૂઅલનો ઉપયોગ ફ્યૂઅલ સપ્લાય સિસ્ટમ અને પાઇપ્સને નુકસાન પહોંચાડી શકે છે. આવા એન્જિનના માલિકોએ વાહન ઉત્પાદકોની સલાહ લેવી જરૂરી છે, કારણ કે અયોગ્ય ફ્યૂઅલનો ઉપયોગ એન્જિનની વોરંટીને અસર કરી શકે..ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઘણી ઓછી હોય છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે. જો 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ, જોકે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી હતી.

આટલું જ નહીં, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂનાં વાહનોને નુકસાન કરતું હોવાના પણ ઘણા દાવા થયા હતા. જે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યું હોય એ BS6 પ્રકારનાં વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવ્યું છે, પરંતુ BS6 પ્રકારના એન્જિન મોટે ભાગે 2018 પછી મેન્યુફેક્ચર થયેલાં વાહનોમાં જ આવે છે, જ્યારે આ પહેલાં બનેલાં વાહનોમાં E20 ફ્યૂઅલ વાપરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત વાહનની માઇલેજ પણ ઓછી થાય છે. આ વાતને લઈને પણ વાહનચાલકોમાં રોષ છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget