Hun To Bolish : હું તો બોલીશ : વિકાસકાર્યોની વણઝાર
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસકાર્યોની વણઝાર
પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે....બે દિવસમાં પ્રધાનમંત્રી મોદી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે 5 હજાર 477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે....આ ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપવા અંતર્ગત 25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં ખાસ કાર્યક્રમ યોજાનારા છે....આ પહેલા પ્રધાનમંત્રીનો હરિદર્શન સર્કલથી નિકોલ સભા સ્થળ સુધી રોડ શો પણ યોજાશે....આ વિકાસ કાર્યોમાં ખાસ રેલવેના 1404 કરોડ....શહેરી વિકાસ 2548 કરોડ....એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ 1122 કરોડ...માર્ગ અને મકાન 307 કરોડ અને રેવન્યૂ વિભાગ 96 કરોડનો કામોને આવરી લેવામાં આવ્યા છે....જેમાં 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણનો સમાવેશ છે...સાથે જ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા 608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે....





















