Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?
Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?
અમદાવાદના બોપલમાં મર્સિડીઝમાં સવાર બિલ્ડરના સગીર પુત્રએ સિક્યૂરિટી ગાર્ડને અડફેટે લીધા..અકસ્માતમાં સિક્યૂરિટી ગાર્ડનું મૃત્યુ થયું...આ ઘટના 14 સપ્ટેમ્બરની છે...બિલ્ડરના સગીર પુત્રએ સોબો સેન્ટર પાસે પૂરપાટ ઝડપે કાર હંકારી રસ્તો ક્રોસ કરતા સિક્યૂરિટી ગાર્ડને ટક્કર મારી...ગંભીર ઈજા પહોંચતા સિક્યૂરિટી ગાર્ડનું મૃત્યુ થયું...જો કે અકસ્માત સર્જી નબીરો ફરાર થઈ ગયો હતો...4 દિવસ બાદ પોલીસ જાગી અને CCTV ફુટેજના આધારે પોલીસે સગીર આરોપી અટકાયત કરી...કારચાલક દારૂ કે ડ્રગ્સના નશામાં હતો કે નહીં તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે...હાલ તો પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે....
અમદાવાદના સાયન્સ સિટીમાં કારચાલક નબીરાએ એક પરિવારને ઉડાવ્યો...ઘટના છે 15 સપ્ટેમ્બરની..ન્યૂ સાયન્સ સિટી રોડ પરના શ્રીજી પાર્ટી પ્લોટ પાસે રણજીતસિંહ ભલગરીયા પોતાના પત્ની અને પુત્ર સાથે ચાલવા નીકળ્યા હતા..અચાનક પાછળથી આવતી કારે રણજીતસિંહના પત્ની અને પુત્રને ફૂટબોલની જેમ ફંગોળ્યા...અકસ્માત બાદ કારચાલક ત્યાથી ફરાર થઈ ગયો...રણજીતસિંહના પત્ની અને પુત્ર સારવાર માટે ખસેડવામાં આવ્યા...રણજીતસિંહના પત્નીને મણકામાં ફ્રેકચર થયું જ્યારે પુત્રને ફેફસા અને લીવરમાં ગંભીર ઈજા પહોંચી.હીટ એન્ડ રનના બનાવને ત્રણ દિવસનો સમય વિત્યો...તેમ છતાં કારચાલક નબીરો હજુ પોલીસ પકડથી દુર છે..સીસીટીવી ફુટેજના આધારે પોલીસ કારચાલકની શોધખોળ કરી રહી છે....
વડોદરાના માંજલપુરમાં પોલીસ લખેલી કારે સર્જ્યો અકસ્માત...તુલસીધામ ચાર રસ્તા પાસે બે કારને અડફેટે લીધી....કાર પર 'પોલીસ' લખેલું બોર્ડ હતું..અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા....લોકોએ આરોપ લગાવ્યો કે, કારમાં દારૂની બોટલ પણ હતી...પોલીસે આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી કાર પણ કબ્જે કરી છે....