Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
US Federal Reserve: આખરે અમેરિકામાં વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી
US Federal Reserve: આખરે અમેરિકામાં વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયની 4 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. છેલ્લી વખત ફેડરલ રિઝર્વે વર્ષ 2020માં વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. આ સાથે અપેક્ષા વધી છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તેની આગામી નાણાકીય નીતિની બેઠક દરમિયાન ભારતમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત પણ કરી શકે છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
US Fed cuts interest rate by 50 basis points after keeping it steady over a year
— ANI Digital (@ani_digital) September 18, 2024
Read @ANI Story | https://t.co/m3EYyjirlz#USFed #FederalReserve #monetaryPolicy pic.twitter.com/6RwA4e9JPC
અમેરિકામાં વ્યાજ દર 4.75 થી 5.00 ટકાની વચ્ચે રહેશે
ફેડરલ રિઝર્વની બેઠકમાં આ નિર્ણયની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત પડ્યા હતા. આ સાથે અમેરિકામાં વ્યાજ દર 4.75 થી 5.00 ટકાની વચ્ચે રહેશે. આ સિવાય ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો થઈ શકે છે. વ્યાજદરમાં ઘટાડો કરવાથી ગ્રાહકો અને વ્યવસાયો માટે લોન લેવાનું સરળ બનશે. હવે બેન્કોએ પણ તેમના વ્યાજદરમાં ઘટાડો કરવો પડશે.
The US Federal Reserve is all but certain to cut interest rates on Wednesday for the first time in more than four years, but the size of the reduction is unusually hard to predict.https://t.co/RAVRyq9AqB
— AFP News Agency (@AFP) September 18, 2024
નિષ્ણાતો હવે આશાવાદી છે કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે. તેમનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં અડધા ટકા, 2025માં એક ટકા અને 2026માં અડધા ટકાના ઘટાડા સાથે ફેડરલ રિઝર્વ દેશમાં વ્યાજ દરો 2.75 થી 3.0 ટકાની આસપાસ રાખશે.
ફેડ રિઝર્વે કહ્યું કે ફુગાવો અને બેરોજગારી દર નિયંત્રણમાં છે
અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે કહ્યું કે ફુગાવાનો દર 2 ટકા તરફ જઈ રહ્યો છે. આ સિવાય જોબ ડેટા સારા સંકેતો આપી રહ્યા છે. આર્થિક અનુમાન મુજબ ચોથા ક્વાર્ટરમાં દેશમાં બેરોજગારીનો દર 4.4 ટકાની આસપાસ રહી શકે છે. આ સિવાય મોંઘવારી દર પણ 2.3 ટકા રહેવાનો અંદાજ છે.
ભારત પર શું અસર થશે?
50 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ અમેરિકામાં વ્યાજ દર ઘટીને 4.75 થી 5 ટકા વચ્ચે થઈ ગયો છે. અગાઉ અમેરિકામાં વ્યાજ દર 5.25 ટકાથી 5.50 ટકા સુધી પહોંચી ગયો હતો. આ દર હોમ મોર્ટગેજ, ઓટો લોન અને અન્ય ક્રેડિટ-આધારિત વ્યવસાયોની કિંમતમાં ઘટાડો કરશે અને વ્યવસાયોને વધુ લોકોને નોકરી પર રાખવા અને ઉત્પાદનને વિસ્તારવા અને વધારવા માટે પ્રોત્સાહિત કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યુએસ ફેડ વ્યાજ દરમાં ઘટાડો અન્ય અર્થતંત્રોની મધ્યસ્થ બેન્કોને તેનું અનુસરણ કરવા પ્રોત્સાહિત કરશે. શેરબજાર અને સોનાના ભાવ વધી શકે છે. રૂપિયો મજબૂત બની શકે છે. નિકાસ કરતી કંપનીઓ અને સેવા ક્ષેત્રને નકારાત્મક અસર થઈ શકે છે.
PM Surya Ghar Yojana: હવે ફક્ત સાત દિવસમાં મળશે સબસિડી, સરકારે યોજનામાં કર્યો ફેરફાર