જો નાઇટ કર્ફ્યૂમાં બહાર જવું હશે તો જોઇશે આ સ્ટીકર, જાણો શું છે નવો નિયમ
અમદાવાદમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે આ સ્થિતમાં નાઇટ કફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવા માટે અમદાવાદ શહેર પોલીસે એક પહેલ શરૂ કરી છે. પોલીસે સ્ટીકર પહેલ શરૂ કરી છે. જી હાં, જો આપ આવશ્યક સેવા સાથે જોડાયેલા હશો અને નાઇટ ક્ફ્યૂ દરિમિયાન બહાર જાવ છો તો આપને આ સ્ટીકર આપના વ્હીકલ પર લગાવવું પડશે. નાઇટ કર્ફ્યૂમાં બિનજરૂરી રીતે લોકો બહાર ન ફરે માટે અમદાવાદ પોલીસે સ્ટીકર પહેલ શરૂ કરી છે.
તો જાણીએ કઇ સેવા સાથે જોડાયેલા વ્યક્તિને કેવા કલરનું સ્ટીકર લેવાનું રહેશે
કઇ આવશ્યક સેવા માટે કેવા કલરના સ્ટીકર ?
મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન દવા લઈ જતા વાહનો પર લાલ કલરની સ્ટીકર લગાવશે.
ખાદ્ય સામગ્રી , શાકભાજી ફળ, દૂધની ડિલિવરી માટે લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે
Amc કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે