Ahmedabad Protest | અમદાવાદની એકલવ્ય સ્કૂલમાં વાલીઓએ મચાવ્યો હોબાળો, જુઓ શું કહ્યું?
Ahmedabad Protest | અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની એકલવ્ય શાળામાં વિદ્યાર્થીનીઓને બતાવવા મામલે આજે ફરી એકવાર વાલીઓએ શાળા પહોંચી વિરોધ નોંધાવ્યો. વાલીઓ નો દવો છે કે શાળા દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. ઉપરાંત જે દિવસે ફરિયાદ દાખલ થઈ અને આખો મામલો સામે આવ્યો હતો ત્યારે શાળાના સંચાલક દ્વારા વાલીઓને જોઈ લેવાની ધમકી પણ આપી હતી, જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓની માંગ છે કે તેમના બાળકોની સુરક્ષાને લઈ સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવે. શાળા દ્વારા જે કાર્યવાહી થઈ તેની હજુ સુધી લેખિતમાં કોઈ જાણકારી વાલીઓને આપવામાં નથી આવી. વાલીઓના સંભવિત વીરોધ ના પગલે શાળા દ્વારા પહેલાથી જ પોલીસ બોલાવી લેવામાં આવી હતી. વાલીઓની પણ માંગ હતી કે ઘટના બાદ હજુ સુધી શાળા સંચાલકો રૂબરૂમાં વાલીઓ સાથે મુલાકાત કરે, જેથી રૂબરૂમાં અત્યાર સુધી થઈ કામગીરીની જાણકારી વાલીઓને આપવામાં આવે. વાલીઓ શાળામાં રજૂઆત માટે પહોંચા, વાલીઓના વિરોધના પગલે વધારાનો પોલીસ સ્ટાફ પણ શાળામાં બોલાવવામાં આવ્યો. વિરોધ નોંધાવા આવેલ કેટલાક વાલી હોય તો પોતાના બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાની પણ વાત કરી એટલે કે શાળા છોડી દેવાની વાત કરી સત્તાધીશોનું કહેવું છે કે વાલીઓએ જે ફરિયાદ કરી છે તેને સંચાલકો સમર્થન આપી રહ્યા છે. જે શિક્ષકે આ કૃત્ય કર્યુ છે, તેને શાળામાંથી હાંકી પણ કાઢવામાં આવ્યો છે. શુક્રવારે વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને વિડીયો બતાવનાર શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી જેને પગલે શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ વાલીઓની ઉગ્ર માંગના કારણે અંતે મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.