Bharti Ashram Controversy | અમદાવાદના ભારતી આશ્રમનો વિવાદ વકર્યો, ઋષિભારતી-વિશ્વેશ્વરી ભારતી અંગે નોટિસ
અમદાવાદ: શ્રી ભારતી આશ્રમ સરખેજમાં ચાલતો વિવાદ હવે ચરમસીમા પર આવી ગયો છે. તાજેતરમાં શ્રી મહંત હરિહરાનંદજી મહારાજ તેમના શિષ્યો સાથે સરખેજ આશ્રમ ખાતે આવ્યા હતા. જે બાદ તેમના શિષ્ય ઋષિ ભારતી અંગે અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે મામલે મહંત હરિહરાનંદજી મહારાજ દ્વારા ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીજી અંગે એક જાહેર જનતા નોટિસ જારી કરવામાં આવી છે. તો શું છે આ નોટીસમાં તે જોઈએ.
નોટિસ અક્ષરસ:
ઋષિ ભારતી અંગે જાહેર જનતા નોટિસ
અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારસામાં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ. અમો એ હરિદ્વાર મહાકુંભ મેળાં તારીખ 14.02.2020ના નામે રવજી ભગતને અમારા સન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ ઋષિ ભારતી રાખેલ. આજે તારીખ 31.08.2024ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશા માં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું ઋષિ ભારતી નામ પણ રહેતું નથી, વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાત ની લેવડ-દેવડ કરવી કે કરાવી નહીં છતાં જો કોઈ કાંઇ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થા ની જવાબદારી રહેશે નહીં.
આભાર સહ,
લી. શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ
વિશ્વેશ્વરી ભારતી (માતાજી) અંગે જાહેર જનતા નોટિસ
અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારસામાં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ. અમો એ અલ્હાબાદ મહાકુંભ મેળાં 2019ના નામે વિલાસબેન ને અમારા સન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ વિશ્વેશ્વરી ભારતી (માતાજી) રાખેલ. આજે તારીખ 31.8.2024ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશા માં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું વિશ્વેશ્વરી ભારતી (માતાજી) નામ પણ રહેતું નથી, વધુમાં આજ થી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાત ની લેવડ-દેવડ કરવી કે કરાવી નહીં છતાં જો કોઈ કાંઈ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થા ની જવાબદારી રહેશે નહીં.
આભાર સહ,
લી. શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ