Ahmedabad | અમદાવાદમાં મચ્છરજન્ય રોગે માથું ઊંચક્યું, સોલા સિવિલમાં OPDમાં 10 ટકા વધુ કેસ નોંધાયા
ચોમાસું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે..છેલ્લા કેટલાક સમયથી સોલા સિવિલમાં ઓપીડીની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે...છેલ્લા એક અઠવાડિયામાં OPDમાં 11 હજાર 114 કેસ નોંધાયા..જેમાં મેલેરિયાના 173 શંકાસ્પદ કેસ જોવા મળ્યા..તો ડેંગ્યૂના 26 કેસ સામે આવ્યા..જ્યારે વાયરલ ઇન્ફેક્શનના એક હજાર 649 કેસ સોલા સિવિલના ચોપડે નોંધાયા.
રાજ્યભરમાં ચોમાસુ જામ્યુ છે આ તરફ અમદાવાદમાં ચોમાસુ રોકાઈ જતા વકર્યો રોગચાળો.બેવડી ઋતુના કારણે વાયરલ અને શરદી ખાંસીના કેસ વધ્યા જેની અસર દૈનિક OPD ઉપર જોવા મળી.ગત સપ્તાહે 10,100 દર્દીઓએ નિદાન કરાવ્યા જેની સામે ચાલુ સપ્તાહમાં 11,114 દર્દીઓએ હાલ સુધી નિદાન કરાવ્યા છે.ચાલુ સપ્તાહમાં ડેન્ગ્યુના 158 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 26 દર્દીઓને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે.આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના 1649 કેસ નોંધાયા છે.મેલેરિયાના 173 શંકાસ્પદ કેસ નોંધાયા છે.