Ahmedabad | સ્મશાનમાં ભેદભાવની નીતિ? પશ્ચિમ વિસ્તારના સરખામણીએ પૂર્વ વિસ્તારમાં સ્મશાનોની હાલત દયનિય
Ahmedabad | સ્મશાનમાં ભેદભાવની નીતિ? પશ્ચિમ વિસ્તારના સરખામણીએ પૂર્વ વિસ્તારમાં સ્મશાનોની હાલત દયનિય
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારના સ્મશાનોની સરખામણીએ પૂર્વ વિસ્તારમાં સ્મશાનમાં ભેદભાવની નીતિ જેવો ઘાટ....એક તરફ પશ્ચિમ વોર્ડમાં 12 કરોડના ખર્ચે વાડજ વિસ્તારમાં આધુનિક સ્મશાનો બની રહ્યા છે....આ તરફ સૈજપુર વોર્ડના સ્મશાનની હાલત દયનિય છે...આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાંથી અંતિમ વિધિ માટે સ્થાનિકો સ્મશાનનો ઉપયોગ કરે છે...50 વર્ષથી વધુ સમય જુના સ્મશાનને હજી પણ ટેન્ડરિંગ માટે રાહ જોવાની સ્થિતિ છે..ખુદ રોડ કમિટીના ચેયરમેન વોર્ડના કાઉન્સિલર હોવા છતાં સ્મશાનના નવીનીકરણમાં વિલંબ છે...વોર્ડના ત્રણ કાઉન્સિલરોએ પણ Abp અસ્મિતા સમક્ષ કબૂલાત કરી કે સ્મશાનની સ્થિતી દયનિય છે..અને તે અંગે રજુઆત કરાઈ છે....અગાઉ ટેન્ડર બહાર પડાયું પણ એક જ કોન્ટ્રાકટરએ રસ દાખવતા રી-ટેન્ડર કરવાની સ્થિતિ આવી છે....આગામી એકથી દોઢ મહિનામાં સ્મશાનના નવીનીકરણની કામગીરી શરૂ કરવા કાઉન્સિલરોને વિશ્વાસ છે..