Bhavnagar BJP Vs Congress | ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે તુ-તુ મે-મે | abp Asmita
ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે ચકમક ઝરી. ભાજપના કોર્પોરેટર નરેશ ચાવડા અને ભાજપના પૂર્વ મેયર અને હાલના કોંગ્રેસ નેતા પારૂલબેન ત્રિવેદી વચ્ચે તુ-તુ મે-મેનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો. ગુરૂવારના કુંભારવાડા- નારી રોડ પર નાળુ બેસી જતા શાસક- વિપક્ષના નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું. કોંગ્રેસના નેતા પારૂલબહેન ત્રિવેદીએ માગ કરી કે નાળુ બેસી જતા માર્ગને તાત્કાલિક બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવે. જેથી કોઈ દુર્ઘટના ના સર્જાઈ તેવી માગ કરી. તો ભાજપના કોર્પોરેટર નરેશ ચાવડાએ કહ્યું કે મે સ્થળ મુલાકાત કરી છે અને કામ ઝડપી કરવાના નિર્દેશ કર્યા છે. બસ આ જ મુદ્દે ભાજપ- કોંગ્રેસના નેતા સામસામે આવી ગયા. કોંગ્રેસની એટલી જ માગ છે કે રોડ પર વાહન વ્યવહાર બંધ કરીને કામગીરી કરવામાં આવે. હાલ તો શાબ્દિક ચકમકનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે..





















