શોધખોળ કરો
ભાવનગરમાં સારા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં, ખેડૂતોએ કર્યો વાવણીનો પ્રારંભ
ભાવનગર જિલ્લા બે દિવસથી મેઘરાજાનું આગમન થતાની સાથે ધરતી પુત્રો ગેલમાં જોવા મળી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદથી ભાવનગર જિલ્લાના તાલુકા મથકો પર જગતના તાત એ પોતાના ખેતરોમાં સવારથી વાવણી કરવાનો પ્રારંભ શરૂ કરી દીધો છે. ધરતી પુત્રો દ્વારા પોતાના બળદને વિધિવત રીતે ચાંદલો કરીને વાવણીનો પ્રાંરભ કરી દીધો. હજુ પણ સારો વરસાદ થાય તેવી મીટ પણ ખેડૂતો માંડી રહ્યા છે.
આગળ જુઓ





















