(Source: ECI/ABP News/ABP Majha)
Gold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા
Gold Silver Price: દિવાળીના તહેવાર પહેલા જ સોના ચાંદીના ભાવમાં તેજીની આતિશબાજી જોવા મળી રહી છે. વિશ્વ બજારમાં ભાવ વધુ ઉછળતા ઘર આંગળે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતા દેશના જવેરી બજારમાં સોના ચાંદીના ભાવ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. વિશ્વ બજારમાં ઊંચકાયેલા ભાવના પગલે અમદાવાદ જવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના ₹400 રૂપિયા વધી 99.50 ના 80, 500 જ્યારે 99.90 ના 8,700 ની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા છે જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ કિલોદીઠ વધુ 1500 વધીને 97 ને આંબી ગયા છે. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે જ દિવસમાં 4500 જેટલા વધ્યા છે. સોના ચાંદીના ભાવ ખૂબ વધી રહ્યા છે અને એક ઇતિહાસ સર્જ્યો છે સોના ચાંદીના ભાવે કેમ કે આ ભાવ અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારેય નથી થયા. 80,500 ની સપાટીએ સોનાનો ભાવ અને 97 ની સપાટીએ ચાંદીનો ભાવ થઈ ગયો છે જે અત્યાર સુધીની સોના ચાંદીની સર્વોચ્ચ સપાટી છે.