'એક જ દિવસમાં માત્ર સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી જ 120 કે તેથી વધુ ડેડબોડી કોવિડ પ્રોટોકોલ સાથે તેમના સગાને આપવામાં આવી'
2020માં એક માર્ચથી 10 મે દરમિયાન 58 હજાર ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે. જોકે સરકારે ફક્ત 4218 મોત થયાનો દાવો કર્યો છે. 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાનો અહેવાલ છે. રાજકોટમાં વેક્સિન (corona vaccine) લેવા માટે અપાતાં કોરોના ટોકનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ટોકન માટે પૈસા લેવાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો સામે આવ્યો છે. ટોકન માટે 100 રૂપિયા લેવાતા હોવાનું સામે આવ્યું છે.મહેસાણા જિલ્લાના હેડુવા રાજગર ગામમાં રહેનાર પટેલ પરિવારના મોભી એવા 81 વર્ષીય ભાઈલાલ ભાઈ પટેલનું નિધન 29 એપ્રિલના રોજ થયું. તેમના મૃત્યુનું પ્રમાણ પત્ર 12 મેના રોજ મળ્યું. જ્યારે 13 મેના રોજ તેમને અપાયેલા કોવિડ વેક્સીનનું પહેલા ડોઝનું પ્રમાણપત્ર પણ તેમના પરિવારને આપવામાં આવ્યું. ભાઈલાલભાઈના પુત્રના મોબાઈલ પર આવેલા મેસેજ પરથી ડાઉનલોડ કરાયેલા આ પ્રમાણપત્રમાં સ્પષ્ટ લખાયેલું છે કે ભાઈલાલભાઈએ 13 મેના રોજ વેક્સીન લીધી છે