Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
ગાંધીની ભુમિ એટલે દારુબંધી હોવી જ જોઈએ. અને આ મારુ ગુજરાત નથી જ્યાં દારૂની રેલમછેલ થાય છે. અને કેમ દારૂબંધીનો કડક અમલ નથી થઈ રહ્યો. આ સવાલ એટલા માટે કારણ કે આજે ગુજરાતમાં ત્રણ ત્રણ જગ્યાએથી દારૂની મહેફિલ ઝડપાઈ. દારૂ પકડાયાના સમાચાર તો અલગ. ગુજરાતમં દારુબંધી છતા પણ દારુની રેલમછેલ થાય છે.. ત્યાં સુધી કે દારુની મહેફિલ યોજાઈ છે. ત્યારે આજનો મુદ્દો છે દારૂબંધીના નામ પર દંભ કેમ?.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ત્રણ જગ્યાએથી દારુની મહેફિલ ઝડપાઈ. દારુની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા. કલબમાં, રિસોર્ટમાં, રેસીડેન્સીમાં કેમ દારૂની મહેફીલ યોજાઈ રહી છે. અને અહી સુધી આ દારૂ ક્યાંથી પહોચ્યો. સાણંદમાં બે-બે જગ્યાએથી અને અમદાવાદમાં પણ દારૂની મહેફિલ ઝડપાઈ.
સૌથી પહેલા વાત સાણંદની. જ્યાં એક નહી પણ બે-બે જગ્યાએ દારુની મહેફીલ ઝડપાઈ. એક તો ગ્લેડ-1 રિસોર્ટમાંથી. જ્યાં બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલનું આયોજન થયું. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ બર્થ- ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે દરોડો પાડી 39થી વધુ નબીરાઓની અટકાયત કરી. 13 પુરૂષ અને 26 મહિલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. 20 ખાલી અને પાંચ સીલબંધ વિદેશી દારૂની બોટલો કરાઈ કબ્જે. તો સાણંદના જ ક્લહા૨ બ્લ્યુ ગ્રીન વીલાના એક મકાનમાંથી સાણંદ પોલીસે દારૂની મહેફીલ કરતાં અમદાવાદ, ગાંધીનગર, મુંબઇના 12 નબીરાઓને ઝડપી લીધા. એક લાખ 61 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા 12 યુવકો એકબીજાના મિત્રો છે અને ઈવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે.


















