Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ. અંકલેશ્વરમાં લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો દુરૂપયોગ કરીને શૌચાલય લાભાર્થી તરીકે કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.. લાભાર્થીઓની યાદી સામે આવતા કૌભાંડનો ભાંડો ફુટ્યો. લગભગ એક દાયકા અગાઉ પાલિકાએ લગ્ન નોંધણી માટે દસ્તાવેજ જમા કરાવનાર લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી આ લકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા હતા. જે તે સમયે નગરપાલિકાએ 12 વોર્ડમાં સરકારી યોજના હેઠળ કુલ એક હજાર 906 શૌચાલય બનાવવામાં આવ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના નામે શૌચાલય પણ બાંધવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે.. ત્યારે જાગૃત નાગરિકો અને ભોગ બનેલા કેટલાક લોકોએ આ અંગે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે તાત્કાલિક તપાસના આદેશ આપીને જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી.



















