Ambalal Patel Rain Forecast: રાજ્યમાં શિયાળાના પ્રારંભે જામશે ચોમાસાનો માહોલ, અંબાલાલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને અમદાવાદની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે.. ન માત્ર ઓક્ટોબર મહિનામાં જ, પરંતુ સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે કે.. 18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ફરીએકવાર ચક્રવાત સર્જાવાની શક્યતા છે.. જેને લઈને 15 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠાનુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ.. તો 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો પણ ચમકારો જોવા મળશે.. અને 14 જાન્યુઆરી બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે..



















