Ponzi scheme: રાજ્યમાં વધુ એક BZ જેવું કૌભાંડ! AR પોન્ઝી સ્કીમમાં લોકોના ફસાયા નાણા
BZ બાદ સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમમાં નાગરિકોના ફસાયા રૂપિયા.. હિંમતનગરમાં એ.આર. કન્સલ્ટન્સીની પોન્ઝી સ્કીમમાં નાગરિકોના ત્રણ કરોડ 42 લાખ રૂપિયા ફસાયાનો આરોપ.. મુળી પર ત્રણથી દસ ટકાનું વ્યાજ અને વળતર આપવાની લાલચ આપી નાગરિકો સાથે ઠગાઈ કર્યાનો આરોપ.. જો કે BZ પર દરોડાની કાર્યવાહી સમયથી એ.આર.કંપનીએ પૈસા ચુકવવાનું બંધ કર્યાનો આરોપ છે.. એઆર પોન્ઝી સ્કીમને લઈને સીઆઈડી ક્રાઈમ અને સ્થાનિક પોલીસ વિરૂદ્ધ રજૂઆતો થઈ હતી.. જે બાદ આખરે હિંમતનગર એ ડિવિઝન પોલીસે એઆર પોન્ઝી સ્કીમના સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી.. પોલીસે અજય મકવાણા, રજુસિંહ મકવાણા અને વનરાજ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી.. ફરિયાદ નોંધાતા ડિસેમ્બર 2024થી પોન્ઝી સ્કીમના સંચાલકો ઓફિસ બંધ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે.. પોન્ઝી સ્કીમમાં સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યના અનેક નાગરિકોએ રોકાણ કર્યુ હોવાની શક્યતા છે.. પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર એક રોકાણકાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.. વિરલ પટેલ નામના રોકાણકારે 17 લાખનું રોકાણ કર્યુ હોવાનો ખુલાસો થયો છે.. વિરલ પટેલનો આરોપ છે કે રોકાણ કરાવ્યા બાદ ન તો વળતર મળ્યુ.. ન તો તેમની મુળી પરત મળી છે..















