Bharuch News: ફાર્માસ્યુટિકલ કંપનીમાં દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ, થયો આ મોટો ખુલાસો
ગુજરાત એટીએસએ ભરૂચ જિલ્લામાંથી ફાર્માસ્યુટિકલ કંપનીમાં રેડ કરી દવાની આડમાં ડ્રગ્સ બનાવવા નું રેકેટ ઝડપી પાડ્યું છે. ભરૂચ જીલ્લાના દહેજ જોલવા જી.આઇ.ડી.સી.માં પ્લોટમાં આવેલ એક ફાર્મા કંપનીમાં ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું. જેનું સંચાલન ચીફ કેમીસ્ટ ઓપરેટર પંકજ રાજપુત કરી રહ્યા હતા, જેની ધરપકડ કરી લીધી છે. ATS એ ભરૂચ એસ.ઓ.જી. સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નશાકારક ટ્રામાડોલ દવાનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. ATS એ ફાર્મા કંપની માંથી કિંમત રૂ. ૩૧.૦૨ કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ટ્રામાડોલનો આશરે ૧૪૧૦ લીટરના ગેરકાયદેસર જથ્થો જપ્ત કર્યો. ગુજરાત એ.ટી.એસ. એ ઝડપેલા આરોપી પંકજ રાજપૂતની પૂછપરછ તેમજ પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે સીઝ કરવામાં ગેરકાયદેસર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો પંકજ રાજપૂત તથા નિખિલ કપૂરીયાનાઓએ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જરૂરી ટ્રામાડોલ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડીયન્સ , કે જે દવા બનાવા માટે કાચા માલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો પ્રવાહી ટ્રામાડોલને સંગ્રહિત કરેલ હતો. નિખિલ કપૂરીયા તથા પંકજ રાજપૂતનાઓને ટ્રામાડોલ API બનાવવા માટેના જરૂરી રો- મટીરીયલ અને કેમીકલ સરખેજ, અમદાવાદ ખાતે આવેલ શ્રીજી સાયન્ટીફીકના માલિક હર્ષદ કુકડીયાનાઓ પ્રોસેસીંગ માટે આપતા હતા. પ્રોસેસીંગ બાદ તૈયાર થયેલ ટ્રામાડોલ API નિખિલ કપૂરીયા તથા પંકજ રાજપૂતનાઓ હર્ષદ કુકડીયાનાઓને સરખેજ ખાતે મોકલી આપતા હતા. આ બાબતે ATS દ્વારા શ્રીજી સાયન્ટીફીકના માલિક હર્ષદ કુકડીયાનાઓની પૂછપરછ હકીકત સામે આવી કે તેઓ કેવલ ગોંડલીયાના સંપર્કમાં હતો. હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ ટેબ્લેટના જથ્થાના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ અંકલેશ્વરના પંકજ રાજપુત તથા મારૂતી બાયોજેનીકના માલીક નીખીલ કપૂરીયા પાસેથી તૈયાર કરાવી કેવલ ગોંડલીયાને સપ્લાય કરતો હતો. આ રીતે તૈયાર થનાર ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન તથા પેકેજીંગ છત્રાલ ખાતે આવેલ ડીનાકોર ફાર્મા પ્રા.લિ. ના માલીક આનંદ પટેલ દ્વારા કરવામાં આવતું. જે કામ મુખ્ય આરોપી કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલ દ્વારા કરાવવામાં આવતું. જે ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો કેવલ ગોડલીયા અને હર્ષિત પટેલ દ્વારા આગળ આપવામાં આવતો હતો. આ મામલે એટીએસ દ્વારા આરોપી પંકજ રાજપુત તથા નીખીલ કપૂરીયાનાઓની ધરપકડ ધરવામાં આવી છે અને અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન એક મોટી હકીકત પણ સામે આવી છે. જેમાં મુંદ્રા કસ્ટમ્સ વિભાગ દ્વારા 28 જુલાઈ મા રોજ એક શંકાસ્પદ એક્સ્પોર્ટ કન્ટેઈનરમાં સર્ચ હાથ ધરવામાં આવેલ. ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિઓન અને નાઇજર ખાતે એક્સ્પોર્ટ થનાર રૂ. ૧૧૦ કરોડની કિંમતની કુલ ૬૮ લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવેલ. આ જથ્થો આ કેસમાં ઝડપાયેલ આરોપીઓ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવેલ હતો.