Vimal Chudasama | ગીર સોમનાથના કલેક્ટર ભાજપના ઇશારે કામ કરે છે, MLA વિમલ ચુડાસમાનો આરોપ
ગીર સોમનાથ | સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો જિલ્લા કલેક્ટરને લઇ ગંભીર આરોપ. ભાજપના ઈશારે કામ કરતા હોવાનો આરોપ. નોકરીમાંથી રાજીનામુ આપી રાજકારણમાં જોડાઈ જવાની આપી સલાહ . સાશક પક્ષના ઈશારે સમગ્ર સ્થાનિક પ્રસાશન કામ કરી રહ્યું છે, તેમ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું. વરસાદની સીઝનમાં યાદ આવે છે માર્ગ બનવાનું. માર્ગના કામના કારણને લઇ ચોમાસામાં બાંધકામો દૂર કરવાની ઝુંબેશ ચલાવી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેમ વિમલ ચુડાસમાએ કહ્યું હતું. વિપક્ષના ધારાસભ્ય હોવાથી પોતાની સાથે ભેદભાવ ભર્યું વર્તન થતું હોવાનો પણ વિમલ ચુડાસમાનો આરોપ. છેલ્લા દોઢ વર્ષથી નોન પ્લાન રસ્તાના એક પણ જોબ નંબર અપાતા નથી. છેલ્લા 10 વર્ષથી નેશનલ હાઇવેની ખરાબ હાલત, ઠેર ઠેર ગાબડાં. નબળા કામને લઇ જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નહિ.


















